• ડૂબતા જહાજની તસવીર ઘરમાં ન લગાવશો થશે અશુભ
  • ઘરમાં નટરાજની મૂર્તિ ન લગાવશો
  • ઘરમાં મહાભારતની તસવીરથી પારિવારિક કલહ વધે છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણી એવી તસવીરો છે જેને ભૂલથી પણ ન લગાવવી જોઈએ. કહેવાય છે કે આવી તસવીરો ઘરમાં લટકાવવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. ઘરના લોકો પર પણ તેની નકારાત્મક અસર પડે છે જેના કારણે એકબીજા પ્રત્યે નફરતની ભાવના વધે છે, તો ચાલો જાણીએ તેમના વિશે.

જો કે શોખને પોશવાની લ્હાયમાં આપણે કેટલીક વસ્તુઓ ભૂલી જતા હોઇએ છીએ

વાસ્તુ શાસ્ત્રમાં ઘર અને જીવન સાથે જોડાયેલી વસ્તુઓ અંગે વિસ્તૃત વર્ણન છે. જેનુ પાલન કરવાથી મુશ્કેલી ટળશે. આજે આપણે એ અંગે વાત કરીએ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે કે આપણે ઘરને સજાવવા માટે માર્કેટમાં મળતી વસ્તુઓ ઉપાડી લાવીએ છીએ પણ તેની પાછળ ઘરના વાસ્તુને કેટલી હદે નુકસાન કરીએ છીએ તે જાણતા નથી. ખાસ કરીને ઘરમાં તસવીરો લગાવવાનો ઘણા લોકોને શોખ હોય છે. જો કે શોખને પોશવાની લ્હાયમાં આપણે કેટલીક વસ્તુઓ ભૂલી જતા હોઇએ છીએ જેનુ પરિણામ ઘરમાં રહેલી તમામ વ્યક્તિએ ભોગવવુ પડતુ હોય છે.

ડૂબતા જહાજની તસ્વીર ન લગાવશો

આપણે ઘણાં ઘરોમાં ડૂબતા જહાજની તસ્વીર જોઇએ છીએ ટાઇટેનેક જેવા જહાજ ડૂબતી તસવીરો વાસ્તુ અનુસાર ઘરમાં લગાવવાથી અશુભ થાય છે. આવી તસવીરો ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. માનસિક શાંતિનો ભંગ કરે છે. વિચારો પર નકારાત્મક અસર છોડી જાય છે. નિરાશાની ગર્તામાં મન ધકેલાઇ જાય છે. મનોબળ નિર્બળ થતા નિર્ણયો પર અસર થાય છે. સાથે સાથે દુર્ભાગ્યને ખેંચી લાવે છે. ધન હાનિ થવા લાગે છે આથી ભૂલથી પણ આ તસવીર ઘરે ન લગાવશો.

નટરાજની તસવીર કે પ્રતિમા ન લગાવશો

આમતો નટરાજ એ નૃત્ય મુદ્રામાં ઉભા હોય છે. જો કે ભગવાન શિવજીને તાંડવ કરતા જોઇ શકાય છે શિવજીનુ આ સ્વરૂપ વિનાશકારી છે આથી ઘરમાં ક્યાંય પણ નટરાજની મૂર્તિ કે પ્રતિમા ન લગાવશો.

મહાભારતની તસવીર ન લગાવવી

તમે ઘરના વડિલોને કહેતા સાંભળ્યા હશે કે ઘરમાં મહાભારત રાખશો તો મહાભારત થશે. આથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મહાભારતની તસવીર ન લગાવવી જોઇએ. કેમકે તેનાથી માન્યતા છે કે પરિવારમાં કલેશ અને તકરાર ઉભા થાય છે મનમાં ઉદ્વેગ રહે છે. નકારાત્મક ઉર્જા રહેવાથી ઘરનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાઇ જાય છે.


  • Follow us on: