Bharat biotech company developed vaccine of CoronaVirus
  • Home
  • Corona live
  • દુનિયાભરમાં ફરી ભારતના નામનો ડંકો વાગશે, આ દેશી કંપનીએ બનાવી દીધી કોરોનાની રસી

દુનિયાભરમાં ફરી ભારતના નામનો ડંકો વાગશે, આ દેશી કંપનીએ બનાવી દીધી કોરોનાની રસી

 | 11:54 am IST

કોરોના વાયરસ સામે લડવા માટે આખી દુનિયા તેની વેક્સીનમા લાગી ગયું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી કેટલાંક દેશ દાવો કરી રહ્યા છે તેમને ત્યાં કોરોનાની રસી ડેવલપ કરાઇ છે. આ લાઇનમાં ભારત કંઇ પાછળ નથી. તેને પણ પોતાનું દમ દેખાડી દીધું છે. જ્યારે ચીન અને અમેરિકા સહિત સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડવામાં  લાચાર છે ત્યારે ભારતે કોરોનાને હરાવવા માટે રસી તૈયારી કરી લીધી છે. રસીના તમામ અભ્યાસ પૂરા કરી લીધા છે અને ટૂંક સમયમાં જ આ રસી ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકોના જીવ બચાવવા માટે મદદરૂપ સાબિત થશે.

કોરો-વેક નામથી તૈયાર થઈ રસી

ભારત બાયોટેક કંપનીએ કોરોના વાયરસ સામે લડનારી રસીને શોધી લીધી છે. કંપનીના ચેરમેન ડો.કૃષ્ણા એલ્લાએ જણાવ્યું કે દેશે કોરોના વાયરસ સામે લડવા માટે પોતાની રસી તૈયાર કરી લીધી છે. દેશની આ સૌપ્રથમ રસી છે જે કોરોના વાયરસના ચેપથી બચાવવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ રસીનું નામ કોરો-વેક રાખ્યું છે. વાયરસથી બચાવવા માટે તેને નાકમાં નાખવામાં આવશે. દવા એટલી અસરકારક છે કે સામાન્ય ફ્લુ થતા પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

જલદી તૈયાર કરવા માટે સીધું અમેરિકામાં થઈ રહ્યું છે ટ્રાયલ

ડો.એલ્લાએ જણાવ્યું કે કંપનીએ આ રસીના ક્લિનિકલ ટ્રાયલને સીધું અમેરિકામાં શરૂ કરી દેવાયું છે. અમેરિકામાં પ્રાણીઓ અને માણસોમાં ટ્રાયલ એકસાથે થાય છે. જેના કારણે રસીના સુરક્ષા માપદંડોની મંજૂરી લેવામાં વધુ સમય લાગતો નથી. એકવાર અમેરિકામાં સુરક્ષા માપદંડો અંગે મંજૂરી મળી જશે એટલા આ રસીને લોન્ચ કરી દેવાશે.

મહામારીની રસી બનાવવામાં એક્સપર્ટ છે આ દેશી કંપની

અત્રે જણાવવાનું કે દુનિયાની અનેક મોટી મહામારીઓને પછાડવા માટે આપણી આ દેશી કંપની ટોપ પર છે. જ્યારે દુનિયામાં ઝિકા વાયરસનું સંક્રમણ ફેલાયું તો ભારત બાયોટેકે જ દુનિયાને આ બીમારીથી બચાવવા માટે પહેલી રસી આપી હતી. આ જ રીતે H1N1 ઈન્ફ્લુએન્ઝાના ચેપથી પણ બચાવવા માટે આ જ કંપનીએ ખૂબ જ ઝડપથી રસી તૈયાર કરી હતી.

આ વીડિયો પણ જુઓ : કોરોનાને લઈ CRPFનો દેશને નામ સંદેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન