bharti singh breaks down on dance deewane said she is afraid
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચાલુ શોમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ અભિનેત્રી, દર્દથી કહ્યુ માતા બનતા હવે ડર લાગે છે

ચાલુ શોમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ અભિનેત્રી, દર્દથી કહ્યુ માતા બનતા હવે ડર લાગે છે

 | 12:19 pm IST
  • Share

આજકાલ ડાન્સ દીવાને શો ખુબ ચર્ચામાં છે. આ શોમાં સોનુ સૂદ એન્ટ્રી લઇ ચુક્યો છે. દરેક એપિસોડ ખાસ છે પણ કોરોનાના કહેર વચ્ચે જ્યારે બધાને હસાવીને લોટપોટ કરી દેતી ભારતી સિંહ પોતાના આંસુ પાડતી શોમાં આવી ત્યારે જોનારા તમામ લોકો ભાવુક થઇ ગયા. પોતાના ફેમિલી પ્લાનિંગની વાત કરતી વખતે અભિનેત્રીનું દર્દ છલકાઇ ઉઠ્યુ.
શોમાં એક કન્ટેસ્ટેંટ એક ડાન્સ એક્ટ કરે છે જેમાં 14 દિવસના બાળકની કોરોનાના કારણે મોત થાય છે. આ એક્ટ એક સત્ય ઘટના પર આધારીત છે. જેને જોઇને સૌ કોઇ ઇમોશનલ થઇ જાય છે.

ભારતી સિંહ પણ રહી પડે છે. ધ્રુસકે ધ્રુસકે રડી પડતા ભારતી પોતાનું દર્દ વ્યક્ત કરતા કહે છે અમે બેબી પ્લાન કરવાનું વિચારી રહ્યા છીએ, કોરોનાના કારણે મનજ નથી થતુ હવે તો ખુબજ ડર લાગે છે.

આ પહેલા પણ ભારતી બેબી પ્લાનિંગને લઇને વાત કરી ચુકી છે. ભારતી કહે છે કે હું માતા બનવા માંગુ છુ. હું અને હર્ષ 2020થી બેબી પ્લાન કરવાનુ વિચારી રહ્યા છીએ. કોરોનાના કારણે કોઇ ચાન્સ નથી લેવા માંગતા.

ભારતીએ કહ્યુ કે આટલા તણાવ હેઠળ બાળકને કેવી રીતે લાવવુ. હું ઇચ્છું છું કે મારૂ બાળક તંદુરસ્ત વાતાવરણમાં મોટુ થાય. ભારતીએ કહ્યુ બાળક માટે અમે વધુ એક વર્ષ રાહ જોવા તૈયાર છીએ. થોડુ મુશ્કેલ છે પણ હાલ કોઇ રસ્તો જ નથી બચ્યો. ભારતી અને હર્ષની વાત કરીએ તો બંનેએ 3 ડિસેમ્બર 2017 નાં રોજ લગ્ન કર્યાં હતાં. બંનેએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરી 5 દિવસનું ફંક્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન