bhavya gandhi lost his father vinod gandhi mother says what is real siution
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દુબઈથી ઈન્જેક્શન, ICU માટે 500 કોલ, એક મહિનાની જહેમત બાદ પણ ટપુના પપ્પા બચી ન શક્યાં

દુબઈથી ઈન્જેક્શન, ICU માટે 500 કોલ, એક મહિનાની જહેમત બાદ પણ ટપુના પપ્પા બચી ન શક્યાં

 | 4:54 pm IST
  • Share

પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધી કોરોના સામે હારી ગયા અને તેમનું અવસાન થયું. મંગળવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારે હવે ભવ્યની માતા યશોદા ગાંધીએ જણાવ્યું કે કેવી રીતે વિનોદના ફેફસામાં COVID-19 ચેપ બે દિવસમાં ફેલાયો અને તે પછી બેડથી લઈને ઓક્સિજન અને દવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

એક વેબ પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન યશોદાએ કહ્યું કે વિનોદને એક મહિના પહેલા છાતીમાં દુખાવો સાથે હળવો તાવ હતો. જે પછી સ્કેનમાં 5% ફેફસાંનો ચેપ લાગ્યો. પરંતુ ડોક્ટરે હોમ આઈસોલેશનમાં રહેવાની અને નિષ્ણાત સાથે વાત કરીને દવા શરૂ કરવાની સલાહ આપી. આ બધું કરવા છતાં તેને બે દિવસ બાદ પણ આરામ ના મળ્યો. યશોદાએ કહ્યું કે ‘અમે ફરીથી સ્કેન કરાવ્યું અને કમનસીબે જાણવા મળ્યું કે ચેપ બમણો થઈ ગયો છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા જ પડશે. પરંતુ આવા મુશ્કેલ સમયમાં અમને કોઈ હોસ્પિટલ મળી નહીં. હું જ્યાં પણ કોલ કરી રહી હતી ત્યાંથી મને BMCમાં રજીસ્ટ્રેશન કરવા માટે કહેતા હતા, તેઓએ કહ્યું હતું કે નંબર આવશે ત્યારે તમને જાણ કરવામાં આવશે.

યશોદાએ વાત કરતાં આગળ કહ્યું કે ‘ઘણા પ્રયત્નો પછી મને દાદરમાં એક હોસ્પિટલ મળી, જ્યાં બે દિવસ રોકાયા અને પછી ડોક્ટરોએ કહ્યું કે તેમને આઈસીયુની જરૂર છે અને અહીં ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં દર્દીને બીજી હોસ્પિટલમાં ખસેડવા પડશે. આ પછી મેં આઇસીયુ બેડ શોધવા માટે ઓછામાં ઓછા 500 કોલ કર્યા. ત્યારે જઈને મારા એક મિત્રએ ગોરેગાંવની એક નાની હોસ્પિટલમાં આઇસીયુ બેડની વ્યવસ્થા કરી આપી.

યશોદાએ કહ્યું કે મુસીબત અહીં જ પુરી થઈ નથી. ડોક્ટરે અમને રેમેડિસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહ્યું અને મેં ખરેખર 6 ઇન્જેક્શન માટે 8 ઇન્જેક્શનની કિંમત આપી છે. આ પછી તેણે મને ટોક્સિન ઈન્જેક્શન લાવવાનું કહ્યું. પછી મારે એક સ્રોતનો ઉપયોગ કરીને આ ઇન્જેક્શન દુબઈથી લાવવું પડ્યું. આ 45 હજારનું ઈન્જેક્શન મને 1 લાખ રૂપિયામાં મળ્યું. ત્યારબાદ અમને કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 15 દિવસના રોકાણ બાદ મંગળવારે તેમનું મોત નીપજ્યું હતું. યશોદા કહે છે કે ‘મેં છેલ્લે તેને 23મી એપ્રિલે દૂરથી જોયા હતા. એ બેભાન હતા અને મને જોઈ શક્યા નહીં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન