BHEL recruitment 2021 vacancies on 13 PTMC specialist
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • BHELમાં નોકરીની તક, સ્પેશયલિસ્ટ પદો પર વેકેન્સી, સીધા ઇન્ટરવ્યુથી થશે ભરતી

BHELમાં નોકરીની તક, સ્પેશયલિસ્ટ પદો પર વેકેન્સી, સીધા ઇન્ટરવ્યુથી થશે ભરતી

 | 9:36 am IST
  • Share

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ PTMC સ્પેશયાલિસ્ટ અને PTMC સુપર સ્પેશયાલિસ્ટ પદો માટે અરજી આમંત્રિત કરી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 03 મે 2021 સુધી કે તેની પહેલાં અરજી કરી શકે છે.

BHEL હોસ્પિટલ, તિરૂચિરાપલ્લી જિલ્લાના થિરૂવેરૂમ્બુરમાં PTMC સ્પેશ્યાલિસ્ટ, PTMCના સુપર સ્પેશ્યાલિસ્ટ પદો માટે નોટિફિકેશન રજૂ કર્યું છે. ઉમેદવાર અરજી પત્રને ઇમેલના માધ્યમથી મોકલી શકે છે જે નીચે અપાયેલ છે અથવા તો પછી ઉમેદવાર પોતાના અરજીપત્રક પોસ્ટના માધ્યમથી અધિકારીઓને પણ જમા કરાવી શકે છે.

અગત્યની તારીખ

– અરજી જમા કરાવાની શરૂઆતની તારીખ- 26 એપ્રિલ 2021
– અરજી જમા કરાવાની અંતિમ તારીખ- 3 મે 2021

પદ વિવરણ

– આ ભરતીની અંતર્ગત PTMC સ્પેશ્યાલિસ્ટ અને PTMC સુપર સ્પેશ્યાલિસ્ટના 13 પદો પર ભરતી કરાશે

ઉંમરની મર્યાદા

– ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 64 વર્ષની હોવી જોઇએ, જો કે 70 વર્ષ સુધી છૂટ મળી શકે છે

પસંદગીની પ્રક્રિયા

– ઉમેદવારની પસંદગી મૂળ પ્રમાણ પત્રોની તપાસ અને ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધાર પર થશે

અરજી કેવી રીતે કરીએ

– ઇચ્છુક ઉમેદવાર 3 મે 2021 કે તેની પહેલાં સુધી અરજી કરી શકે છે. પાર્ટ ટાઇમની વ્યસ્તતા માટે ઇચ્છુક મેડિકલ પ્રોફેશનલને અરજી પત્ર ડાઉનલોડ કરવું પડશે. મેડિકલ કંસલટન્ટ, BHELની સત્તાવાર વેબસાઇટ https://careers.bhel.in અને અરજી પત્રની સ્કેન કોપી, પ્રમાણપત્રોની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપીની સાથે ‘પીટીએમસી’ની અરજી તરીકે ઇમેલ ([email protected]) મોકલો. આપને જણાવી દઇએ કે અરજીપત્ર 3 મે કે તેની પહેલાં સુધી પહોંચવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન