Bhuj Young woman, friend arrested for trapping Gandhidham student in love trap
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યુવતીની પ્રેમજાળમાં ફસાતા સાવધાન: ગાંધીધામનો વિદ્યાર્થી માયાજાળમાં ફસાયો, 92 લાખમાં ‘ન્હાયો’

યુવતીની પ્રેમજાળમાં ફસાતા સાવધાન: ગાંધીધામનો વિદ્યાર્થી માયાજાળમાં ફસાયો, 92 લાખમાં ‘ન્હાયો’

 | 7:25 am IST
  • Share

શહેરના અપનાનગરમાં રહેતા અને એમઆઈટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રાજસ્થાનની યુવતીએ લગ્નની લાલચ આપી ઈમોશનલ બ્લેકમેઈલ કરી જુદાજુદા સમયે વિદ્યાર્થી પાસેથી રૂપિયા ૯ર લાખ ખંખેરી લેવામાં આવ્યા હતા. જે ચર્ચાસ્પદ બનાવમાં એ ડિવિજન પોલીસે તપાસનો દોર શરૂ કરી એક ટુકડી રાજસ્થાન દોડી ગઈ હતી અને જયપુરથી યુવતી તથા તેના સાથીમિત્રની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ગત તા.૧/૧/૧૯થી ર૬/૭/ર૧ દરમિયાન આ બનાવ બન્યો હતો.શહેરના અપનાનગર વિસ્તારમાં રહેતો અને પુણે યુનિવર્સિટીમાં એમઆઈટીમાં અભ્યાસ કરતો પ્રતિક નરેશ ભાવનાની (ઉવ.ર૪)ને સોશિયલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ પર તૃપ્તિ અનિલ રાયનો સંપર્ક થયો હતો.

જેમાં અવારનવાર બન્ને વચ્ચે વાર્તાલાપ થતો હતો. જેમાં તૃપ્તિએ પ્રતિકને લગ્નની લાલચ આપ્યા બાદ પોતાને કેન્સર હોવાનું કહી ઈમોશનલ બ્લેકમેઈલિંગ દ્વારા જુદાજુદા સમયે યુવાન પાસેથી રૂપિયા ૯ર,૩૮,૦૩૬ રૂપિયા ખંખેરી લેવામા આવ્યા હતા. બાદમાં, પંકજ અગ્રવાલ નામના શખ્સે યુવાન સાથે ધાક ધમકી કરી હતી.

ચર્ચાસ્પદ પ્રકરણમાં એ ડિવિજન પોલીસે તૃપ્તિ તથા તેની બહેન મધુ અનિલ રાય અને પંકજ અગ્રવાલ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એ ડિવિજન પીઆઈ એમ.એમ. જાડેજાએ સતર્કતા દર્શાવી પોલીસની એક ટુકડી રાજસ્થાન રવાના કરી હતી અને તૃપ્તિ તથા અનિલ વિષ્ણુ અગ્રવાલને ઝડપીને ગાંધીધામ લાવવામા આવ્યા હતા. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન