Bhupendra Singh told the student complaining about taking the exam, that the court should settle outside
  • Home
  • Ahmedabad
  • ભૂપેન્દ્ર સિંહે પરીક્ષા ભરતીની ફરિયાદ કરનાર વિદ્યાર્થીને કહ્યું કે, કોર્ટ બહાર જ સેટલમેન્ટ કરી લઈએ

ભૂપેન્દ્ર સિંહે પરીક્ષા ભરતીની ફરિયાદ કરનાર વિદ્યાર્થીને કહ્યું કે, કોર્ટ બહાર જ સેટલમેન્ટ કરી લઈએ

 | 10:09 pm IST

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જુદી જુદી પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે. સરકાર આ પરીક્ષાઓની ફીના ભાગરૂપે કરોડો રૂપિયા ઉઘરાવતી હોય છે. ઘણી ભરતીઓ થયા બાદ પણ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને મહિનાઓ સુધી પણ બેસી રહેવુ પડે છે. તો ઘણી બધી ભરતીઓમાં તો પેપર ફુટી જવાની અને બારબારા સેટિંગની અનેકવાર ફરિયાદો આવતી રહે છે. જો તેનો વિરોધ કે આ મામલે સવાલ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઉદ્ધતાઈથી જવાબ અપાય છે. સરકાર પરીક્ષાર્થીઓને સેટલમેન્ટની સલાહ આપે છે.

સંદેશ દ્વારા આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પાણી પુરવઠા, પશુ મંત્રી, ગ્રમિણ વિકાસ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સાથે ફોન કરી આ મામલે સવાલ કરવામાં આવતા એકમદ ઉડાવ અને ઉદ્ધત જવાબો આપ્યા હતાં.

ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શું આપ્યો જવાબ?

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, તબક્કાવાર ભરતી થઈ રહી છે. આજે જ ભરતીની જાહેરાત આપી છે. પરીક્ષામાં આચરવામાં આવતી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવાલ કર્યો હતો તો તેમણે ઉપરથી વિદ્યાર્થીઓને કોર્ટની બહાર જ સેટલમેન્ટ કરી લેવાની સહાલ આપી હતી. સંદેશ ન્યૂઝ વતી સવાલ કરતા ભૂપેન્દ્ર સિંહે એકદમ જ સરકારી જવાભ આપ્યો હતો. વધારે જવાબ આપાવાના બદલે મીટિંગમાં વ્યસ્ત હોવાનું કહી ભૂપેન્દ્રસિંહે ફોન કાપી નાંખ્યો હતો. 

કુંવરજી બાવળિયા સંદેશ ન્યૂઝના સવાલોથી ભાગ્યા

સંદેશ ન્યૂઝના સવાલથી મંત્રી કુંવરજી બાવળિયા ભાગ્યા હતાં. કુંવરજી બાવળિયાએ તો વિદ્યાર્થીઓ પર જ ઠીકરૂં ફોડ્યું હતું. તેમણે ઉપરથી કહ્યું હતું કે, વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ જ ફ્રોડ આવ્યા છે. વિવાદ વગરનાઓનું રિઝલ્ટ આવતા અઠવાડિયે જાહેર થશે તેમ તેમણે કહ્યું હતું.

નીતીન પટેલે તો ફોન ઉપાડવાની જ તસ્દી ના લીધી

જ્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતીન પટેલને સંદેશ ન્યૂઝ દ્વારા ફોન કરવામાં આવતા તેમણે તો ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી.

વિદ્યાર્થીઓને અપાય છે ધમકી

પરીક્ષામાં આચરવામાં આવતી ગેરરીતિ અને પેપર લીકને લઈને સવાલ પુછવામાં આવતા વિદ્યાર્થીઓને બોર્ડનો સંપર્ક કરવાની મનાઈ કરાય છે. પરીક્ષાર્થીઓ જ્યારે પુછે છે ત્યારે સંતોષકારક જવાબના બદલે ધમકીઓ મળે છે. વિદ્યાર્થીઓના સવાલોના જવાબ ઉદ્ધતાઇથી આપે છે. સરકાર પરીક્ષાર્થીઓને સેટલમેન્ટની સલાહ આપે છે. દર વખતે અઠવાડિયે રિઝલ્ટ આવી જવાના ખોટા દિલાસા લાખો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન