Bhutan Never Stopped Assam Baksa Farmers Water Now Boulder Stopped Flow
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભૂટાને નહોતુ રોક્યું ભારતના ગામડાનું પાણી પણ હાથ ધરી ખાસ મુહિમ, હકીકત આવી સામે

ભૂટાને નહોતુ રોક્યું ભારતના ગામડાનું પાણી પણ હાથ ધરી ખાસ મુહિમ, હકીકત આવી સામે

 | 3:28 pm IST
  • Share

ભુટાને ભારતના ગામડાઓને મળતુ સિંચાઈનું પાણી રોકીને અવળચંડાઈ શરૂ કરી હોવાની વાત સામે આવી હતી. આ તમામ ગામડાઓ આસામના છે. આ ખેડૂતોનો આરોપ હતો કે, ભૂટાને અચાનક પાણીનો પ્રવાહ રોકી દેતા તેમને મળતુ સિંચાઈનું બંધ થઈ ગયું છે. સંખ્યાબંધ ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ કરવા લાગ્યા હતાં.

પરંતુ હવે ભૂટાન દ્વારા પાણી રોકવાની સાચી હકીકત સામે આવી છે. ન્યુઝ એજન્સીએ ભૂટાને અસમ સુધી પાણી ન પહોંચાડયું હોવાના સમાચારોનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું છે કે નહેરોનું રીપેરિંગ ચાલી રહ્યું છે, આ કારણે પાણીનો સપ્લાઈ પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.

ભૂતાનમાંથી આસામના ખેતરોમાં આ વર્ષે સિંચાઈનું પાણી પહોંચી રહ્યું નથી. 1953થી જ આ સામના બક્સા જિલ્લાના 25 ગામોને સિંચાઈ માટેનું પાણી મળતું આવ્યું છે. જોકે હવે ભૂતાને કોરોનાના સંક્રમણની વાત કરીને ખેતરો સુધી પાણી પહોંચાડતી નહેરોમાં પાણી છોડવાનું બંધ કરી દીધું છે. આસામના ખેડૂતોએ પાણી રોકવાની સામે થોડા દિવસો અગાઉ કાલીપુર-બોગાજુલી-કાલંદી આંચલિક ડોંગ બાંધ સમિતિના બેનર હેઠળ દેખાવો કર્યો હતો. ખેડૂતોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર ભૂતાનમાંથી પાણી અપાવવાનો રસ્તો સાફ કરાવે. સમયે પાણી ન મળવાથી લગભગ 5 હજારથી વધુ ખેડૂતોની ખેતી પર અસર થઈ શકે છે.

તો એટલે ઉભી થઈ આ પરિસ્થિતિ

ભૂતાનના એક લોકલ ન્યુઝ પેપરના સંપાદક તેનજિંગ લમસાંગના જણાવ્યા મુજબ ભૂતાને કોરાનાનું સંક્રમણ રોકવા માટે તેની સીમા બંધ કરી દીધી છે. બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિએ 21 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું જરૂરી છે. દર વર્ષે અસમના ખેડૂતો ભૂતાન જઈને ડોંગમાં પાણી ડાયવર્ટ કરતા હતા. હાલની સ્થિતિમાં આ કામ શકય નથી, આ કારણે ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું નથી.

પાણી નહોતુ રોક્યું પણ ભારતના ખેડૂતો માટે ભુટાન કરી રહ્યું હતું મહેનત

ભારે વરસાદના કારણે સિંચાઈ સાથે જોડાયેલી સુવિધાઓ પર અસર પડી છે. ઘણી જગ્યાઓએ નાની નહેરો તૂટી ગઈ છે. સ્થાનિક લોકોની સાથે મળીને પ્રશાસન તેનું રિપેરિંગ કરી રહ્યું છે. જેથી ખેડૂતો સુધી પાણી નહોતુ પહોંચતુ. ભૂટાને ભારતના ખેડૂતોને મળતુ પાણી રોક્યું નથી પણ તેમને આ પાણી સારી રીતે મળી રહે તે માટે કેનાલ અને નહેરોનું સમારકામ અને સાફસફાઈ હાથ ધરી હતી. જેથી કરીને ભારતીય ખેડૂતોને અવિરત પાણી મળતુ રહે. જોકે પાણી મામલે ના તો ભારત સરકાર કે ના તો ભૂતાન સરકારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન