Big-B and Ranveer Singh this Diwali crypto instead of gold
  • Home
  • Business
  • બિગ-બી અને રણવીર સિંહ પણ સોનાને બદલે ક્રિપ્ટોના રંગે રંગાયા

બિગ-બી અને રણવીર સિંહ પણ સોનાને બદલે ક્રિપ્ટોના રંગે રંગાયા

 | 7:48 am IST
  • Share

  • વિશ્વમાં ભારત નંબર-1 : ક્રિપ્ટોમાં 10 કરોડ ભારતીયોનું રોકાણ

  • ક્રિપ્ટોકરન્સી બિટકોઇન 3% ઊછળીને 58000 ડોલરને પાર કરી ગયો

  • અમિતાભ બચ્ચન અને રણવીરસિંહ ધનતેરસના દિવસે રોકાણના વધુ એક ચડિયાતા અને સરળ વિકલ્પ ક્રિપ્ટોકરન્સીને પ્રમોટ કરશે


દેશમાં ભલે ક્રિપ્ટો રોકાણના મોરચે હજુ સુધી સ્પષ્ટ પોલિસી પ્રવર્તતી ના હોય તેમ છતાં વિશ્વમાં ક્રિપ્ટોમાં રોકાણને મોરચે 10 કરોડથી વધુ રોકાણકારો સાથે ભારત નંબર-૧ છે. દિવાળી આવી રહી છે અને ધનતેરસ ઉપર લોકો સોનાની ખરીદી કરવા તત્પર બનશે ત્યારે બોલિવૂડના બે બેતાજ બાદશાહ આ ર્વાિષક ગોલ્ડ ખરીદીના પ્રસંગે રોકાણ માટે વધુ એક વિકલ્પ ક્રિપ્ટોકરન્સીને પ્રમોટ કરશે. દેશના ટોચના બે ક્રિપ્ટો પ્લેટફોર્મ-બેંગલોર સ્થિત કોઇનસ્વીચ કુબેર અને CoinDCX જેવા ક્રિપ્ટોકરન્સી એક્સ્ચેન્જએ પ્રચાર માટે આ બે ટોચના અભિનેતાઓને સાધી લીધા છે. ધનતેરસને વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે તેથી આ દિવસે લોકો સોનું ખરીદે છે ત્યારે અમિતાભ બચ્ચન અને રણવીરસિંહ આ દિવસે રોકાણના વધુ એક ચડિયાતા અને સરળ વિકલ્પ ક્રિપ્ટોકરન્સીને પ્રમોટ કરશે. ધનતેરસે સોના ઉપરાંત હવે ક્રિપ્ટોનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે.

BrokerChooseના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 10.07 કરોડ ક્રિપ્ટો માલિકો છે ત્યારે બીજા ક્રમે અમેરિકામાં 2.74 કરોડ અને ત્રીજા ક્રમે રશિયામાં 1.74 કરોડ ક્રિપ્ટોધારકો છે. જો કે દેશની કુલ વસતીમાં ક્રિપ્ટો રોકાણકારોની ટકાવારીના આધારે જોઈએ તો ભારત પાંચમા ક્રમે છે. આ રેન્કિંગ પ્રમાણે 12.73 ટકા સાથે યુક્રેન નંબર એક પર છે.

ક્રિપ્ટો ઇથર 4 ટકા ઊછળીને 3649 ડોલર

ગુરુવારે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી  બિટકોઇન ત્રણ ટકા કરતાં વધુ ઉછળી 58000 ડોલરની સપાટી પણ કુદાવી ગઈ હતી. બિટકોઇનની પાછળ બીજા ક્રમનો ક્રિપ્ટો ઇથર પણ ચાર ટકા ઊછળીને 3649 થઈ ગયો હતો. અન્ય ક્રિપ્ટોમાં કાર્ડો બે ટકા વધીને 2.19 ડોલર હતો જ્યારે ડોજકોઇન વધીને 0.22 ડોલર પર હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો