Big prediction of Ambalal Patel: Chance of good and heavy rains in Gujarat between 22nd to 25th July
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં વરસાદ ખેંચાયો! અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 5 દિવસ ખુબ જ ભારે! કયા દિવસે ક્યાં વરસાદ પડશે

ગુજરાતમાં વરસાદ ખેંચાયો! અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 5 દિવસ ખુબ જ ભારે! કયા દિવસે ક્યાં વરસાદ પડશે

 | 8:45 am IST
  • Share

ગુજરાતમાં વરસાદ કેટલાક ભાગોમાં ખેંચાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

તા.18-19 જુલાઈએ ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ સામાન્ય કે હળવો વરસાદ થવાની સંભાવના રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ આ સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, મહેસાણા, સિદ્વપુર, વિસનગર, હારીજ અને સમીના ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે. વિરમગામ અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

તા.૨૨ થી ૨૫ જુલાઈના સમયમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા રહેશે. 20 જુલાઈ પછી પુષ્ય નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે.

હાલમાં દેશના ઉત્તરીય-પૂર્વીય ભાગો તેમજ હિમાલયના ટોચના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાત, આણંદ, વડોદરા વગેરે ભાગોમાં હાલ હળવો વરસાદ,૨૨થી ૨૫ જુલાઈમાં કેટલાક ભાગોમાં સારો અને ભારે વરસાદની શક્યતા રહેશે.

આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. પ્રથમ દિવસે ભારેથી અતિ ભારે કહી શકાય તેવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે. જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ ભરૃચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસશે.

જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન