bigg boss 14 fame nikki tamboli brother jatin tamboli death
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, કોરોનાથી ભાઈનું નિધન

બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, કોરોનાથી ભાઈનું નિધન

 | 3:20 pm IST
  • Share

કોરોના દેશ માટે કાળ બબીને આવ્યો છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ ફિલ્મ અને ટીવી દુનિયાના લોકો પણ કોરોનાથી દૂર નથી અને ભોગ બની રહ્યા છે. હવે કોરોનાએ અભિનેત્રી, મોડલ અને બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીના પરિવાર પર પણ વિનાશ સર્જયો છે. કોરોનાને કારણે નિક્કી તંબોલીના ભાઇ જતીન તંબોલીનું નિધન થયું છે. નિક્કીના ભાઇ જતીનને કોરોના ચેપ લાગ્યો હતો અને સારવાર ચાલી રહી હતી, પરંતુ મંગળવારે તેનું અવસાન થયું.

નિક્કી તંબોલીનો ભાઈ જતીન થોડા દિવસો પહેલા કોરોનાના ઝપેટમાં આવ્યો હતો. ભાઇની ઝડપથી રિકવરી માટે નિક્કીએ બે દિવસ પહેલા પૂજા પણ કરી હતી. જતીનની હાલત સતત નાજુક બની રહી હતી. પરંતુ જતીનનાં મોતથી નિક્કી સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કીએ એક ઇંસ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે અને તેના ભાઇના અવસાન વિશે માહિતી આપી છે. આ સાથે તેમણે આ પોસ્ટમાં લોકો સાથે પોતાનું દુખ પણ શેર કર્યું છે. નિક્કી તંબોલીએ લખ્યું, ‘અમને ખબર નહોતી કે ભગવાન આજે સવારે તમને બોલાવી લેશે. અમે તમને જીવનમાં ખૂબ પ્રેમ આપ્યો. તમે ગયા પછી પણ એક સરખો જ પ્રેમ કરતા રહેશું. તમારા ગયા પછી અમારું દિલ તૂટી ગયું છે. તમે એકલા નથી ગયા અમારો એક ભાગ પણ તમારી સાથે ગયો છે. ભગવાને તમને બોલાવી લીધા, તમે અમારા માટે સારી યાદો છોડી ગયા છે.

નિક્કીએ આગળ લખ્યું કે, ‘તમે કોઈને પણ છેલ્લે અલવિદા ન કહ્યું. અમને જાણ થઈ એ પહેલાં જ તમે ચાલ્યા ગયા. અમે તમને લાખો વખત યાદ કરીશું. અમે ફરીવાર રડીશું. હું ભગવાનનો આભાર માનું છું કે એમણે તમને મારા ભાઈ તરીકે મોકલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન