bigg boss 14 finalist nikki tamboli denies ever faced
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ બોલ્ડ અભિનેત્રીએ ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો નથી કર્યો છતાં રિજેક્ટ થઈ!

આ બોલ્ડ અભિનેત્રીએ ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો નથી કર્યો છતાં રિજેક્ટ થઈ!

 | 9:08 pm IST
  • Share

બિગ બોસ 14ના શોની પ્રખ્યાત નિક્કી તંબોલીએ કહ્યું કે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ અભિનેત્રી ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો નથી કર્યો. એક ઈન્ટરવ્યૂમાં નિક્કીએ કહ્યું કે તે લાંબા સમયથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, પરંતુ ‘બિગ બોસ’ ના ઘરે આવ્યા પછી તેને એક્સપોઝર મળ્યું. સફળ થવા અને કામ મેળવવા માટે બીજો કોઈ રસ્તો ક્યારેય અપનાવ્યો જ નથી.

મીડિયા સાથે વાત કરતા નિક્કી તંબોલીએ કહ્યું કે તેણે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો નથી કર્યો. તેમ છતાં ઘણી વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હું ક્યારેય ખોટા રસ્તે આગળ વધી નથી. હું રિજેક્શન માટે તૈયાર છું, મેં હંમેશા તેને સકારાત્મક રીતે લીધું છે. ‘ નિક્કી કહે છે કે ‘શરૂઆતમાં તેની માતા દરરોજ તેને 50 રૂપિયા ખિસ્સામાંથી આપતી હતી જે ઓડિશન માટે ડેમ્બિવલીથી અંધેરી આવવા જવામાં ખર્ચ થતાં હતા.

નિક્કીએ કહ્યું કે હું ટ્રેન અને ઓટોરિક્ષામાં મુસાફરી કરતી હતી. દરરોજ મારે રિજેક્શનનો સામનો કરવો પડતો હતો. પ્રથમ બે વર્ષ મારા માટે ખૂબ મુશ્કેલ હતા. જ્યારે હું 19-20 વર્ષની હતી ત્યારે ઘણી વાર મને નકારી કાઢવામાં આવી હતી. આ પછી મને 23 વર્ષની ઉંમરે સાઉથની ફિલ્મમાં કામ મળી ગયું. જ્યારે હું જુદા જુદા પ્રોડક્શન હાઉસમાં જતી હતી, ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે તમે ન તો સ્માઈલ આપી શકો છો અને ન વાત કરી શકો છો. ન ડાન્સ કરી શકો કે ન તો તમને એક્ટિંગ આવડે છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસ 14ની ફાઇનલિસ્ટ રહેલી નીક્કી તંબોલીની ફેન ફોલોઇંગ ખૂબ વધી ગઈ છે. ‘બિગ બોસ’ શોની વિજેતા રૂબીના દિલૈકની નિક્કી ખુબ નજીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન