Bill Gates and his wife Melinda divorced after 27 years of marriage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જ્યારે બિલ ગેટ્સે કહ્યું, મારી પાસે માઈક્રોસોફ્ટ હતું, મેલિન્ડાના હતા ઘણા બોયફ્રેન્ડ

જ્યારે બિલ ગેટ્સે કહ્યું, મારી પાસે માઈક્રોસોફ્ટ હતું, મેલિન્ડાના હતા ઘણા બોયફ્રેન્ડ

 | 6:17 pm IST
  • Share

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ(bill gates) અને તેની પત્ની મેલિન્ડા(melinda-gates)એ લગ્નના 27 વર્ષ પછી છૂટાછેડા લીધા છે. બંનેએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને તેમના લગ્ન સમાપ્ત કરવાનીની ઘોષણા કરી છે. 27 વર્ષ સુધી એક સાથે લાંબો સમય વિતાવ્યા બાદ ઉંમરના પડાવ પર છૂટાછેડા લેતા ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે.

વર્ષ 2019માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ઇનસાઇડ બિલ બ્રેઇન’ શ્રેણીમાં બિલ ગેટ્સના અંગત જીવન વિશે ઘણું બતાવવામાં આવ્યું છે. ડોક્યૂમેંટ્રી અનુસાર, મેલિન્ડા 1987માં પ્રોડક્ટ મેનેજર તરીકે માઇક્રોસોફ્ટમાં જોડાઈ હતી. બિઝનેસ ડિનર દરમિયાન બિલ પ્રથમ વખત મેલિંડાને મળ્યા અને ધીમે ધીમે બંનેની નિકટતા વધવા લાગી.

શરૂઆતમાં, બિલ અને મેલિન્ડા તેમના સંબંધોને લઈને ગંભીર નહોતા. ડોક્યુમેન્ટ્રીમાં એક જગ્યાએ બિલ કહે છે, તેને વધારે બોયફ્રેન્ડ હતા અને મારી પાસે માઇક્રોસોફ્ટ. અમે એકબીજા પ્રત્યે ગંભીર નહોતા અને ન તો એકબીજા સાથે ગાળવા માટે સમય માંગ્યો હતો. જો કે, ડેટિંગના એક વર્ષ પછી, કહાની બદલાઈ ગઈ.

એક દિવસ બિલએ અચાનક મેલિંડાને ‘આઈ લવ યુ’ કહ્યું. મેલિન્ડાએ પણ બિલ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. બિલએ કહ્યું, અમે એકબીજાની ઘણી સંભાળ રાખી હતી અને અમારી પાસે ફક્ત બે સંભાવનાઓ હતી, કાં તો અમારૂ બ્રેકઅપ થાય કે લગ્ન. મેલિન્ડા ડોક્યૂમેન્ટ્રીમાં હસતા કહે છે, તેમને એક નિર્ણય લેવાનો જ હતો. એક દિવસ હું બિલના રૂમમાં ગઈ જ્યાં તે તેના વ્હાઇટબોર્ડ પર એક લીસ્ટ બનાવી રહ્યા હતા કે લગ્ન કરવાથી શું ફાયદા અને ગેરફાયદા થાય છે.

મેલિન્ડા કહે છે કે બિલ લગ્ન કરવા માગતો હતો પરંતુ તે એ વાતને લઈને દુવિધામાં હતો કે તે માઈક્રોસોફ્ટ ચલાવવાની સાથે તે લગ્ન જીવન નિભાવી શકશે. તે જ સમયે બિલએ કહ્યું કે તેણે લગ્નનો વિચાર ખૂબ જ ગંભીરતાથી લીધો છે. આખરે 1994 માં બંનેના લગ્ન થયા. તે સમયે, બિલ 38 વર્ષનો હતો અને મેલિન્ડા 29 વર્ષની હતી.

બંનેને ત્રણ બાળકો છે. 1996માં મેલિન્ડાએ તેમની પ્રથમ પુત્રી જેનિફરને જન્મ આપ્યો. આ પછી 1999 માં તે પુત્ર રોરીની માતા બની અને 2002માં બીજી પુત્રી ફોબી. મેલિન્ડાએ બાળકોને જન્મ આપ્યાના 9 વર્ષ પછી માઇક્રોસોફટ છોડી દીધું, જો કે તેણીએ કામમાં પતિને સાથ આપવાનું ચાલુ રાખ્યુ.

1994 માં, બંનેએ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન શરૂ કર્યું. આ ફાઉન્ડેશન વૈશ્વિક આરોગ્ય, શિક્ષણ અને વિકાસના મુદ્દાઓ પર કામ કરે છે. વર્ષ 2019 માં ફેસબુક લાઇવ દરમિયાન બિલએ કહ્યું કે, એક સાથે કામ કરવાનું તેમજ કુટુંબનું સંચાલન કરવું એક પડકારજનક કાર્ય છે. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કારણ કે આપણે મોટાભાગની વસ્તુઓ એક જ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ , અમારા બંનેનાં લક્ષ્ય ઘણાં સમાન છે. બિલ અને મેલિન્ડાની મોટી પુત્રી જેનિફર સ્ટેનફોર્ડમાં મેડિકલનો અભ્યાસ કરે છે. જેનિફરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં તેણે તેના માતાપિતાના અલગ થવાના વિશે લખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન