Bill Gates Daughter Jennifer Married With Nayel Nassar Photos Viral
  • Home
  • Featured
  • બિલ ગેટ્સની દીકરી દેખાઈ અપ્સરા જેવી સુંદર દુલ્હન, જુઓ તસવીરો

બિલ ગેટ્સની દીકરી દેખાઈ અપ્સરા જેવી સુંદર દુલ્હન, જુઓ તસવીરો

 | 1:15 pm IST
  • Share

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સની દીકરી જેનિફરે ઇજિપ્તના ઘોડેસવાર અને ઉદ્યોગપતિ નાયલ નાસર સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ 17 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા અને આ ખુશીમાં 18 ઓક્ટોબરે ન્યૂયોર્કમાં ભવ્ય રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું.

બિલ અને મેલિન્ડાએ જાતે તેમની દીકરીનો હાથ પકડીને તેને રિસેપ્શન પોઇન્ટ સુધી લઈ ગયા. આ રિસેપ્શન પાર્ટીમાં જેનિફરે પ્રખ્યાત ડિઝાઇનર વેરા વાંગનું કસ્ટમ મેડ ફુલ સ્લીવ્ઝ એમ્બ્રોઇડરી ગાઉન પહેર્યું હતું. તેણે આ ગાઉન સાથે લૉન્ગ વીલ અને સુંદર ઈયર રિંગ સાથે પહેર્યું હતું.

નાસરે બો ટાઈ અને વ્હાઇટ શર્ટ સાથે બ્લેક ટક્સીડો સૂટ પહેર્યું હતું. બિલ ગેટ્સ પણ બ્લેક કલરના સૂટમાં દેખાયા હતા. જ્યારે મેલિન્ડા પર્પલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બિલ ગેટ્સે અને મેલિન્ડાએ બંનેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર રિસેપ્શન પાર્ટીની તસવીરો શેર કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો