Bitcoin falls sharply after sudden spike in volatility
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ક્રિપ્ટોકરન્સીના ભાવ ધડામ કરતાં પછડાયા, બિટકોઇન એક ઝાટકે 7% સસ્તો થયો

ક્રિપ્ટોકરન્સીના ભાવ ધડામ કરતાં પછડાયા, બિટકોઇન એક ઝાટકે 7% સસ્તો થયો

 | 3:32 pm IST
  • Share

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકન્સીના ભાવમાં સોમવારના રોજ કડાકો જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી જૂની, સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના ભાવમાં 6 ટકાનો ઘટાડો આવ્યો છે. ક્રિપ્ટો એક્સચેન્જ વજીરએક્સના મતે બિટકોઇન બપોરે 2.45 વાગ્યે 6.47 ટકા ધડામ કરતાં પછડાતાની સાથે 45,100 ડોલર (3579136 રૂપિયા) પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેના ભાવ એપ્રિલના મધ્યમાં 65,000 ડોલર પર પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ તેમાં મોટો ઘટાડો આવ્યો છે.

દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથરના ભાવમાં 8.26 ટકાનો કડાકો બોલાયો છે. વજીરએક્સના મતે આ 3164 ડોલર (251034 રૂપિયા) પર ટ્રેડ થઇ રહ્યો હતો. મજાક મજાકમાં શરૂ થયેલી ક્રિપ્ટો ડોગકોઇન 7.81 ટકાના કડાકા સાથે ટ્રેડ થઇ રહી છે. SHIBના ભાવમાં પણ 4.39 ટકાનો કડાકો બોલાયો છે. આ સિવાય Cardano, XRP અને Polkadot પણ ઘટાડાની સાથે ટ્રેડ કરી રહી છે.

આ ક્રિપ્ટોકરન્સીમાં તેજી

બીજીબાજુ ATOM, USDC, USDP, TOMO અને TUSDના ભાવમાં તેજી આવી છે. વજીરએક્સના મતે ATOM 5.51 ટકાની તેજી સાથે 40.78 ડોલર પર ટ્રેડ કરી રહી હતી. આ જ રીતે USDC 0.90 ટકા, USDP 0.90 ટકા, TOMO 0.17 ટકા અને TUSD 0.06 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહી હતી. CoinMarketCapના આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સીની ગ્લોબલ માર્કેટ કેપમાં 2.23 ટકાનો કડાકો બોલાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો