Bitcoin Hovering $40,000 Ahead of Fed Meeting
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બિટકોઇનમાં ઉછાળો, ભાવ 40,000 ડોલરને પાર થયો

બિટકોઇનમાં ઉછાળો, ભાવ 40,000 ડોલરને પાર થયો

 | 7:46 am IST
  • Share

 

વિશ્વના સૌથી લોકપ્રિય ડિજિટલ ચલણ બિટકોઇનમાં ફરીથી તેજીવાળાની લેવાલી નીકળી છે. બુધવારે સવારે ૧૬ જૂન બાદ પ્રથમવાર બિટકોઇનની કિંમત ૪૦,૦૦૦ ડોલરને પાર જતી રહી હતી. બુધવારે સવારે ૧૧.૩૦ કલાકની આસપાસ બિટકોઇનનો ભાવ વધીને ઉપરમાં ૪૦,૦૯૪.૮૪ ડોલર થયો હતો જો કે, પછી દિવસ દરમિયાન ઉપરમાં ૪૦,૮૩૧ ડોલર અને નીચામાં ૩૮,૧૩૮ ડોલર વચ્ચે અથડાઇને આ લખાય છે ત્યારે ૩૯,૫૬૨ ડોલર ઉપર ટ્રેડ થતો હતો. પાછલા એક સપ્તાહમાં જ બિટકોઇનમાં ૩૦ ટકાથી ઉપરની તેજી જોવા મળી છે. અત્રે નોંધનીય છે કે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના જૂન ક્વાર્ટરના પરિણામના આંકડા જાહેર થયા તેમાં જણાવાયું છે કે એલન મસ્કની ટેસ્લા પાસે ૧.૩ અબજ ડોલરના બિટકોઇન છે. આ કારણ વચ્ચે બજારનું માનસ પોઝિટિવ થયું હતું આ ઉપરાંત એવી પણ ખબર મળી રહી છે કે આ-કોમર્સ કંપની એમેઝોન ટૂંક સમયમાં બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ લેવાનું શરૃ કરી દેશે. ઇથર પણ ૩.૫૫ ટકા વધીને ૨,૨૯૭.૫૨ ડોલર હતો જ્યારે ડોજકોઇન ચાર ટકા વધીને ૦.૨૦૯૩૯૪ ડોલર નોંધાયો હતો.

બિટકોઇનની તેજી માટે ટ્રેડર્સના માનસનો બદલાવ પણ જવાબદાર

ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં અચાનક તેજી આવવાનું એક કારણ એ છે કે ટ્રેડર્સનું માનસ બદલાયું છે, તેને પરિણામે ટ્રેડર્સ હવે બિટકોઇન ખરીદીને શોર્ટ પોઝિશન સરભર કરી રહ્યા છે. ટ્રેડર્સનું અનુમાન હતું કે બિટકોઇનનો ભાવ ઘટી શકે છે. ક્રિપ્ટોકરન્સી નિષ્ણાતોનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી અંગેના હાલના ટ્રેન્ડના કારણે વીકેન્ડના અંતમાં ઔબિટકોઇનના ભાવમાં તેજી જોવા મળી હતી. તે કારણે જ લગભગ તમામ ક્રિપ્ટોના ભાવ વધ્યા હતાં.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાછલા ૨૪ કલાક દરમિયાન ક્રિપ્ટોકરન્સી માર્કેટ તેજીના મોડમાંથી કન્સોલિડેશનના મોડમાં જતું રહ્યું છે. તેના કારણે એક રેન્જ જળવાઈ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન