Bitcoin jumped to the level of 62 thousand dollars Business
  • Home
  • Business
  • બિટકોઈને 62 હજાર ડોલરની સપાટી કુદાવી

બિટકોઈને 62 હજાર ડોલરની સપાટી કુદાવી

 | 9:20 am IST
  • Share

  • બિટકોઈને 62 હજાર ડોલરની સપાટી કુદાવી
  • ઓલટાઈમ હાઈથી બે હજાર ડોલરનું છેટું
  • છેલ્લા 24 કલાકમાં 4.5 ટકાથી વધુનો સુધારો 

અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનના ભાવ સપ્તાહાંતે 62,000 ડોલરની સપાટી કુદાવી ગયા હતાં. છેલ્લા 24 કલાકમાં તેમણે 4.5 ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો. યુએસ માર્કેટ રેગ્યુલેટર તરફ્થી આગામી સપ્તાહે બિટકોઈન આધારિત ફ્યૂચર્સ ઈટીએફ્ના ટ્રેડિંગને છૂટ આપવામાં આવે તેવી શક્યતા પાછળ બિટકોઈનના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ઓક્ટોબર દરમિયાન બિટકોઈને અત્યાર સુધીમાં 17હજાર ડોલરનો તીવ્ર સુધારો દર્શાવ્યો છે. એક ઓક્ટોબરે તે નીચામાં 44,879 ડોલરના સ્તરે ટ્રેડ થયો હતો.

કેલેન્ડર 2021માં બિટકોઈને ફેબ્રુઆરી બાદ ઓક્ટોબરમાં તીવ્ર સુધારો દર્શાવ્યો છે. એપ્રિલમાં તેણે 64,888.89 ડોલરની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જોકે ત્યારબાદ તે 30 હજાર ડોલર સુધી કરેક્ટ થયો હતો. જેમાંનો મોટાભાગનો ઘટાડો તેણે ઓક્ટોબરમાં કવર કરી લીધો છે. શનિવારે તેણે 62,858 ડોલરની ટોચ દર્શાવી હતી. આમ સર્વોચ્ચ સપાટીએથી તે માત્ર 2 હજાર ડોલર છેટે જોવા મળ્યો હતો.

બિટકોઈનનું માર્કેટ-કેપ ફ્રી એકવાર એક ટ્રિલિયન ડોલરની સપાટી કુદાવી 1.16 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. ચાલુ કેલેન્ડરમાં તે 113 ટકાનું રિટર્ન સૂચવે છે. ચાલુ વર્ષે તેણે 11,272.90 ડોલરના તળિયા પર ટ્રેડ થયો હતો. શુક્રવારે તે 4.5 ટકા ઊછળી 17એપ્રિલ પછીની ટોચ પર ટ્રેડ થયો હતો. જો સપ્ટેમ્બરની શરૂઆતથી ગણીએ તો બિટકોઈને લગભગ 50 ટકા જેટલું રિટર્ન દર્શાવ્યું છે. તેણે ઈક્વિટીઝ અને ગોલ્ડને સતત બીજા વર્ષે વળતરમાં પાછળ રાખી દીધાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો