BJP also made Gujarat a hub of drugs: Modhwadia
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાજપે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું : મોઢવાડિયા

ભાજપે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું : મોઢવાડિયા

 | 7:45 am IST
  • Share

ગુજરાતમાં બેફામ બનેલા ડ્રગ્સના કારોબાર અંગે સરકારની નીતિઓ ઉપર સવાલ ઉઠાવતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે તાજેતરમાં મુંદ્રા-અદાણી પોર્ટ પરથી ઝડપાયેલા ૨૧,૦૦૦ કરોડની કિમતના ડ્રગ્સ કેસમાં તાલિબાની કનેક્શન છતાંસરકારના પેટનું પાણી  હલતુ નથી. છેલ્લા ૫ મહિનામાં અલગ અલગ જગ્યાએથી ૨૪,૮૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

અર્જુન મોઢવાડિયા વધુમાં જણાવ્યું હતું કે દરિયા કિનારાને સુરક્ષા પુરી પાડવામાં નઘરોળ ભાજપ સરકારની બેદરકારીના કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતનું યુવાધન નશાની કાળી દુનિયામાં બરબાદી તરફ્ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૃબંધીનો કાયદો હોવા છતાં તેના અમલના નામે માત્ર ઠાલા હોંકારા પડકારાથી વધુ કંઈ નથી. હવે ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું છે. ગ્દઝ્રઇમ્ ના આંકડાઓ મુજબ લીકર તથા નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત દેશમાં નોંધવામાં આવેલ કેસો પૈકી ગુજરાત ૨,૪૧,૭૧૫ કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ભાજપ સરકાર તો હપ્તા લઈને દારૃ અને ડ્રગ્સનો કાળો કારોબાર બેરોકટોક થવા દઈ રહી છે, પરંતુ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે તમે તો જાગૃત બનો. દારૃ કે ડ્રગ્સના વ્યસનથી દુર રહો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો