BJP leader Sajal Ghosh demands cancellation of Mamata Banerjee's nomination
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મમતા બેનર્જીના હાથમાંથી જઈ શકે છે CMની ખુરશી, BJPએ ક્રિમિનલ કેસ છૂપાવવાનો લગાવ્યો આરોપ

મમતા બેનર્જીના હાથમાંથી જઈ શકે છે CMની ખુરશી, BJPએ ક્રિમિનલ કેસ છૂપાવવાનો લગાવ્યો આરોપ

 | 6:03 pm IST
  • Share

  • મમતા બેનર્જીએ પેટાચૂંટણી માટે ફોર્મ ભર્યું
  • તો શું મમતા બેનર્જીનું નોમિનેશન રદ થશે?
  • ભાજપે મમતા બેનર્જીના સોગંદનામા સામે સવાલો ઉઠાવ્યા

 

પશ્ચિમ બંગાળમાં ફરી રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. નોંધનિય છે કે પશ્ચિમ બંગાળમાં થોડા સમય પહેલા જ ટીએમસીએ પોતાની સરકાર બનાવી છે. જો કે ટીએમસી સરકાર બનાવવામાં સફળ રહી પરંતુ મમતા બેનર્જી પોતે ચૂંટણી હારી ગયા હતા. જેને લઈને સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ હતી. હવે બંગાળમાં ફરી પેટાચૂંટણી યોજાવાની છે. CM પદ પર ચાલુ રહેવા આ ચૂંટણી જીતવી મમતા બેનર્જી માટે ખુબ જરૂરી છે. ભાજપે મમતા બેનર્જી સામે વકીલ પ્રિયંકા ટિબરેવાલને ટિકિટ આપી છે. જો કે હવે ભાજપના એક એજન્ટે મમતા બેનર્જીનું નોમિનેશન રદ કરવા માગ કરી છે.

તમને જણાવી દઈએ કે મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. તેમણે તેનું ફોર્મ પણ ભરી દીધુ છે. તો બીજી તરફ મમતા બેનર્જીએ જે સોગંદનામું રજૂ કર્યું છે તેમા તેમણે તેમની પર ચાલી રહેલા 5 ક્રિમિનલ કેસનો ઉલ્લેખ કર્યો નથી. ભાજપના ચૂંટણી એજન્ટ સજલ ઘોષે પોતાના પત્રમાં તે તમામ કેસની માહિતી પણ આપી છે કે જ્યાં જ્યાં તેમના પર કેસ ચાલી રહ્યા છે.

મમતા સામે જે કેસ દાખલ કરવામા આવ્યા છે તે તમામ આસામમાં નોંધાયેલા છે. તેમા કેટલાક કેસ એપ્રીલ અને મે મહિનાના પણ છે. હવે બંગાળમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપના ચૂંટણી એજન્ટ સજલ ઘોષનો આરોપ છે કે મમતા બેનર્જીએ ચૂંટણી એફિડેવિટમાં આ માહિતી ભરી નથી. તેથી તેમનું નામાંકન રદ કરવામાં આવે.

ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ પણ પોતાની જીત માટે પ્રચારમાં લાગી ગયા છે અને દિવાલો પર કમળનું નિશાન બનાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે તેમનું ફોર્મ પણ ભરી દીધુ છે અને કહ્યું કે બંગાળમાં લોકોને જીવતા રહેવાનો અધિકાર છે. આ અધિકાર TMCના લોકો છીનવી રહ્યા છે અને તેમની પાછળ મમતા બેનર્જીનો હાથ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન