BJP Loss in BMC and Ulhasnagar Mayor and Deputy Mayor Election, Shiv Sena won
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્રમાંથી ભાજપ માટે વધુ એક માઠા સમાચાર, શિવસેનાએ અહીં પણ મારી બાજી

મહારાષ્ટ્રમાંથી ભાજપ માટે વધુ એક માઠા સમાચાર, શિવસેનાએ અહીં પણ મારી બાજી

 | 4:41 pm IST

ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી હુંસતુસી વચ્ચે મહારાષ્ટ્રમાંથી ભાજપ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાએ કબજો જમાવી દીધો છે. બીએમસીના મેયર અને ડેપ્યુટી મેયર એમ બંને પદ પર શિવસેનાના નેતાઓ ચૂંટાયા છે. આ ઉપરાંત ઉલ્હાસનગર નગરનિગમમાં પણ ભાજપને જોરદાર ફટકો પડ્યો છે.

શિવસેનાની કોર્પોરેટર કિશોરી પેડણેકરનો મુંબઈના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો શિવસેનાના જ સુહાસ વાડેકરને ડેપ્યુટી મેયર પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. કિશોરી પેડણેકર આગામી અઢી વર્ષ સુધી બીએમસીની મેયર રહેશે. 227 બેઠકો ધરાવતી બીએમસીમાં કિશોરી પેડણેકરની પસંદગી નિર્વિરોધ કરવામાં આવી છે.

મેયર બન્યા બાદ કિશોરીએ જણાવ્યું હતું કે, મુંબઈના રસ્તા પર પડનારા ખાડાની સમસ્યા દૂર કરવી તે તેમની પ્રાથમિકતા હશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને લોકો સુધી ચોખ્ખુ પાણી પહોંચાડવુ પણ તેમની પ્રાથમિકતા હશે.

ભાજપની બહુમતવાળી ઉલ્હાસનગર નગરનિગમમાં પણ શિવસેનાનો મેયર

તો ભાજપની ઉલ્હાસનગર નિગમમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી છે. બહુમત હોવા છતાંયે ઉલ્હાસનગર નગરનિગમ પર ભાજપના મેયર પદ માટે ઉમેદવારની હાર થઈ છે. ભાજપના બાગી નેતા ઓમી કલાનીએ શિવસેનાને સમર્થન આપ્યું હતું. ઉલ્હાસનગરમાં મેયર પદ માટે શિવસેનાની લીલાબાઈ આશાનીથી વિજયી બન્યા હતાં. તેમણે ભાજપના ઉમેદવાર જીવન ઈદનાનીને 8 મતોથી હરાવ્યા હતાં.

શિવસેનાની લીલાબાઈ આશાનને 43 મત મળ્યા હતાં જ્યારે ભાજપના જીવન ઈદનાનીને 35. ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં પણ શિવસેના-એનસીપી-કોંગ્રેસ અને ભાજપના જ અસંતુષ્ઠ કોર્પોરેટરોએ આરપીઆઈ આઠવલે જુથના ઉમેદવાર ભગવાન ભાલેરાવને 44 મતોથી જીતાડ્યા હતાં. અહીં પણ ભાજપના વિજય પાટિલ ડેપ્યુટી મેયર પદની ચૂંટણી હારી ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન