કાશ્મીરી પંડિતોને ભાજપ બનાવે છે બલિના બકરા - Sandesh
  • Home
  • India
  • કાશ્મીરી પંડિતોને ભાજપ બનાવે છે બલિના બકરા

કાશ્મીરી પંડિતોને ભાજપ બનાવે છે બલિના બકરા

 | 10:27 am IST

કાશ્મીરી પંડિતોએ તેમને બલિના બકરા બનાવવાનો ભાજપ પર દોષારોપણ કર્યું છે. ભાજપ તેના કાશ્મીર અંગેના સપનાને સાકાર કરવા માટે વર્તમાન અશાંતિમાં કાશ્મીરી પંડિતોને બલિના બકરા બનાવે છે. ભાજપનું આ વર્તન નહેરુના વંશજો જેવું જ છે.

સિટિઝન ફોર પીસ એન્ડ હાર્મની (સીએફપીએચ)ના વડા કિંગ ભારતીએ જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુના વંશની જેમ જ ભાજપ કાશ્મીરી પંડિતોને શિક્ષા કરી રહ્યું છે અને બલિના બકરાની જેમ તેમની સાથે વ્યવહાર કરે છે. કાશ્મીરમાં વાસ્તવિક સ્થિતિથી વાકફે થયા વિના જ કાશ્મીરી સપનું સાકાર કરવા માટે ભાજપ તેમને બલિના બકરા બનાવે છે.

ભારતીએ જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિતો પ્રત્યેના ભાજપના વલણ પરથી જણાય છે કે આ પક્ષ જવાહરલાલ નેહરુએ કરેલી ભૂલોની સજા નિર્દોષ કાશ્મીરી પંડિતોને કરવા માગે છે. કારણ કે નેહરુ પોતે પણ કાશ્મીરી પંડિત હતાં. જો આમ ન હોત તો કાશ્મીરમાં હુમલાનો ભોગ બનતાં આંદોલનકારી કાશ્મીરી પંડિત કર્મચારીઓની વ્હારે ભાજપ દોડી આવ્યું હોત.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહત્વના સમયે જ નેહરુએ ભારતને છેહ દીધો હતો એમ ભાજપ માને છે. આથી તેણે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને બલિના બકરા બનાવવા માટે કમરકસી છે. હાલની ઘડીએ પક્ષના સંતોષ માટે કાશ્મીરી પંડિતોને શિક્ષા કરાઈ રહી છે. આટલું જ નહીં કાશ્મીરી પંડિતોને દૈનિક ધોરણે પોસ્ટરો તેમજ પત્રો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન