BJP MP Dr Jayant Kumar Roy Hospitalized in Siliguri West Bengal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ પર હુમલો, TMCના કાર્યકરો સામે લગાવ્યો આરોપ

પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ પર હુમલો, TMCના કાર્યકરો સામે લગાવ્યો આરોપ

 | 9:51 pm IST
  • Share

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના ભાજપના સાંસદ ડો. જયંતકુમાર રોયે આરોપ લગાવ્યો છે કે શુક્રવારે સાંજે TMCના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમણે ન્યૂઝ એજન્સીને કહ્યું કે- આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ TMCના ગુંડાઓએ મારા પર લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો. પશ્ચિમ બંગાળમાં કાયદા જેવી કોઈ વસ્તુ જ નથી. જયંતને સિલિગુડીની ઉત્તર બંગાળ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.

ડોક્ટરોએ કહ્યું, તેના માથા પર હુમલો થયો છે. આ સિવાય પેટ ઉપર પણ તીવ્ર પ્રહાર કરવામાં આવ્યા છે. તેની હાલત સ્થિર છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ભાજપ છેલ્લાં વર્ષોમાં તૃણમૂલ કોંગ્રેસ પર સતત રાજકીય હિંસાનો આરોપ લગાવી રહ્યું છે. ચૂંટણી પછીની હિંસાને લઇને ભારે હોબાળો મચી ગયો છે. આ માટે મમતા સરકાર ટીકા પણ કરવામાં આવી હતી.

ચાર વર્ષ પહેલા મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મુકુલ રોયે ઘર વાપસી કરી છે. કોલકાતામાં ટીએમસીની પાર્ટી ઓફિસમાં મમતા બેનર્જીની હાજરીમાં મુકુલ રોય ટીએમસીમાં પરત ફર્યા છે. શુક્રવારે બપોરે મુકુલ રોય ટીએમસી ઓફિસ પહોંચ્યા હતા અને મમતા બેનર્જી સહિત ટીએમસીના ટોચના નેતાઓને મળ્યા હતા. ઘર છોડતી વખતે મુકુલ રોયે સ્પષ્ટ કરી દીધું હતુ કે તે ટીએમસી ઓફિસ જઈ રહ્યા છે. આ દરમિયાન, મમતા બેનર્જીએ પાર્ટી ઓફિસમાં ટીએમસીની એક મોટી બેઠક બોલાવી હતી અને મુકુલ રોય ઓપચારિક રીતે પાર્ટીમાં જોડાતા પહેલા પાર્ટીની બેઠક ચાલુ થઈ હતી. મુકુલ રોયની સાથે તેમનો પુત્ર શુભ્રંશુ રોય પણ ટીએમસીમાં જોડાયો છે.

મુકુલે દગો આપ્યો નથી, વિશ્વાસઘાતીઓને પાછા નહીં લઈએ

મુકુલ રોયની ટીએમસીમાં પરત ફરવાના પ્રસંગે મમતા બેનર્જીએ કહ્યું કે મુકુલ ઘરનો છોકરો છે, ઘરે પાછો આવ્યો છે. અભિનંદન. મુકુલને ધમકી આપીને તેમને ભાજપમાં લઈ જવામાં આવ્યા હતા. મને લાગે છે કે ટીએમસીમાં પાછા આવ્યા પછી મુકુલને માનસિક શાંતિ મળી છે. એક સવાલના જવાબમાં મુકુલ રોયે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ભાજપમાં કોઈ રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન