Blood bath in cryptocurrency: Bitcoin 17%, Etherium 14% down
  • Home
  • Business
  • ક્રિપ્ટોમાં બ્લડ બાથ : બિટકોઇન 17%, ઈથેરિયમ 14% તૂટયો

ક્રિપ્ટોમાં બ્લડ બાથ : બિટકોઇન 17%, ઈથેરિયમ 14% તૂટયો

 | 6:30 am IST
  • Share

  • ભારત સરકારના પ્રતિબંધના નિર્ણયથી કડાકો બોલી ગયો

  • ભારત સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સી ઉપર સકંજો કસવા માટે બિલ તૈયાર કરવાના એંધાણ

  • કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનારા બિલમાં ક્રિપ્ટો ઉપર સંપૂર્ણ પ્રતિબંધની શક્યતાઓ ઓછી જણાઈ 

 

ભારત સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સી ઉપર સકંજો કસવા માટે બિલ તૈયાર કરવામાં આવ્યાના સમાચાર વહેતાં થતાં જ બજારમાં મોટાપાયે ગરમાટો આવી ગયો હતો. ભારત સરકારનાં પગલાંને ભયે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બ્લડ બાથ સર્જાયો હતો. બિટકોઈન, ટેથરકોઈન, ઈથેરિયમ કાર્ડાનો, ડોજેકોઈન અને રિપ્પલ જેવી કરન્સીમાં મોટો કડાકો બોલ્યો હતો. સવારે ટ્રેડિંગ શરૂ થતાં જ બિટકોઈન 25 ટકા સુધી તૂટયો હતો અને થોડો રિકવર થઈને દિવસના અંત સુધીમાં 17 ટકા તૂટેલો રહ્યો હતો. બીજી તરફ અન્ય ક્રિપ્ટોકરન્સીમાં સરેરાશ 12 ટકાથી 18 ટકા સુધીના કડાકા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે બિટકોઈનની કિંમત 35 લાખ સુધી પહોંચી ગઈ હતી અને મોટો કડાકો જોવાયો હતો. ત્યારબાદ થોડા સુધારા સાથે તેની કિંમત 39 લાખ સુધી પહોંચી હતી. આવી જ રીતે ઈથેરિયમમાં પણ 14 ટકાથી વધુનો કડાકો બોલ્યો હતો અને તેની કિંમત 2.90 લાખ થઈ ગઈ હતી. ટેથર પણ 12.60 ટકા તૂટીને 71 રૂપિયા પહોંચી ગયો હતો. કાર્ડાનો 18.50 ટકા તૂટીને 120 રૂપિયામાં આવી ગયો હતો. તેવી જ રીતે રિપ્પલ 13 ટકા તૂટીને 74.75 ટકા પહોંચી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનારા બિલમાં ક્રિપ્ટો ઉપર સંપૂર્ણ પ્રતિબંધની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. હાલમાં જે રીતે બિટકોઈન અને ઈથર જેવી ક્રિપ્ટો મોટાપાયે રિટર્ન આપી રહી છે ત્યારે આવી કરન્સીને બંધ કરવામાં નહીં આવે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડિંગમાં રાહત આપવા ઉપરાંત આ ક્રિપ્ટો ઉપર ટેક્સ લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકાર ક્રિપ્ટોને કેટગરાઈઝ કરવા માગે છે તેથી આ દિશામાં ટેક્સ લાગુ કરીને તેનું ચોક્કસ માળખું બનાવી શકે છે. બીજી તરફ કેટલીક ક્રિપ્ટોકરન્સીઓને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત આરબીઆઈને પોતાની ડિજિટલ કરન્સી શરૂ કરવાનો માર્ગ મોકળો બની જશે. મહત્ત્વની વાત એ છે કે, એક અંદાજ પ્રમાણે ભારતમાં દોઢથી બે કરોડ યૂઝર છે. આ યૂઝર્સને મોટો ફટકો પડે તેમ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો