Bollywood Actor Ali Faisal Celebrates 35Th Birthday Filmy Career
  • Home
  • Entertainment
  • Bollywood
  • Birthday Special: 3 ઈડિયટ્સની નાની ભૂમિકાએ બદલી નાખ્યું ગુડ્ડુ ભૈયાનું નસીબ

Birthday Special: 3 ઈડિયટ્સની નાની ભૂમિકાએ બદલી નાખ્યું ગુડ્ડુ ભૈયાનું નસીબ

 | 1:26 pm IST
  • Share

  • 3 ઇડિયટ્સમાં ભજવી હતી એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ભૂમિકા

  • વેબ સિરીઝ ‘મિરઝાપુર’માં ગુડ્ડુ ભૈયાના પત્રના થયા હતા ખૂબ વખાણ

  • હવે જોવા મળશે હોલીવુડ ફિલ્મોમાં પણ

બોલિવૂડ અભિનેતા અલી ફઝલ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 15 ઓક્ટોબર 1986ના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો. અલી ફઝલે ભલે ફિલ્મ 3 ઈડિયટ્સમાં નાની ભૂમિકા ભજવી હતી પણ આજે તે ઘર-ઘરમાં ગુડ્ડુ ભૈયાના નામે જાણીતા છે. અલી ફઝલે પોતાનું સ્કૂલનું શિક્ષણ દહેરાદૂનથી કર્યું અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા.

મોડેલ તરીકે કારકિર્દીની શરૂઆત

અલી ફઝલે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. અલી ફઝલે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2008થી કરી હતી. એકવાર તે એક સ્ટેજ શોમાં પરફોર્મ કરી રહ્યા હ્તા ત્યારે ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ તેની નોંધ લીધી અને તેણે 3 ઇડિયટ્સ માટે સાઇન કરી લીધા. આ ફિલ્મમાં તેમની ભૂમિકા ખૂબ જ નાની હતી, તેમણે એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી. જો કે આ ભૂમિકા ભજવ્યા બાદ તેને ઘણી ફિલ્મો કરી અને એ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.

આ પછી અલી ફઝલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મ ફૂકરેમાં તેમના કામને ઓળખ મળી અને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો. આ પછી તેમણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સિરીઝ ‘મિરઝાપુર’માં ગુડ્ડુ ભૈયાનું પાત્ર ભજવ્યું જેને તેમણે સફળતાના એક અલગ મુકામ પર પહોંચાડી દીધા.

ઘણી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું

બોલીવુડમાં અભિનયની શરૂઆત કર્યા બાદ અલી ફઝલ હોલીવુડમાં પણ જોવા મળ્યા છે. તેને ફિલ્મ ધ અધર એન્ડ ઓફ ધ લાઇનમાં પણ નાની ભૂમિકા ભજવી હતી. તે જોની વોકરની બેસ્ટ સેલર નવલકથા કોડનેમ પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાના છે. આ સિવાય તે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝની સાતમી ફિલ્મમાં જોવા મળ્યો હતો. તે ઇન્ડો-અમેરિકન ફિલ્મ ફોર હિયર ઓર ટુ ગો તેમજ વિક્ટોરિયા અને અબ્દુલમાં દેખાયા હતા.

આવતા વર્ષે ગર્લફ્રેન્ડ સાથે કરી શકે છે લગ્ન

અલી ફઝલ 2022માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રિચા ચડ્ઢા સાથે લગ્ન કરી શકે છે. જણાવી દઈએ કે અગાઉ બંને એપ્રિલમાં લગ્ન કરવાના હતા. પરંતુ કોરોનાને કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા. રિચા અને અલી પહેલીવાર ફિલ્મ ફૂકરેના સેટ પર મળ્યા હતા. આ પછી બંને મિત્રો બન્યા અને બાદમાં પ્રેમ થયો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો