Bollywood actress and model Sunny Leoni posted her old pics
  • Home
  • Photo Gallery
  • સની લિયોનીએ પોતાની જૂની તસવીરોથી સોશિયલ મીડિયામાં ભૂકંપ લાવી દીધો

સની લિયોનીએ પોતાની જૂની તસવીરોથી સોશિયલ મીડિયામાં ભૂકંપ લાવી દીધો

 | 7:03 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ સની લિયોની સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે, સની વધુ એક વખત પોતાની થ્રોબેક તસવીરોના કારણે ચર્ચાનો ભાગ બની ગઇ છે. હાલમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે, આવામાં સની સોશિયલ મીડિયા પર પોતાની જૂની તસવીરો પોસ્ટ કરી રહી છે. જેમા તેનો ખુબ જ સુંદર અવતાર જોવા મળી રહ્યો છે.

સનીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. સની લિયોનીની આ તસવીરો પર લાઇક્સ અને કોમેન્ટની વણજાર થઇ ગઇ છે. સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો પોસ્ટ કરી છે, જેમા તે બિકિની અવતારમાં નજર આવી રહી છે. સનીનો આ અવતાર તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

માત્ર થોડીક જ મિનિટોમાં તેન આ તસવીરો પર લાખોની સંખ્યામાં લાઇક્સ આવી ચૂક્યા છે. સની ફોટોમાં બ્લૂ બિકિનીમાં પોઝ આપતી નજર આવી રહી છે. સની લિયોનીએ ફોટો પોસ્ટ કરતા તેના કેપ્શનમાં લખ્યુ,’12માં દિવસની દરમી,’ સની લિયોનીની આ તસવીર ડબ્બૂ રત્નાનીએ ક્લિક કરી છે. આ પહેલા પણ સનીએ પોતાની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન