Bollywood actress Kangana Ranaut's twitter account suspended
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, મમતા દીદી સામે ટિપ્પણી કરવી પડી ભારે?

કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, મમતા દીદી સામે ટિપ્પણી કરવી પડી ભારે?

 | 12:48 pm IST
  • Share

કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ મંગળવારના રોજ સસ્પેન્ડ કરી દેવાયું છે. કહેવાય છે કે બંગાળ ચૂંટણી પરિણામ બાદ મમતા બેનર્જી પર કરાયેલી ટિપ્પણી બાદ કંગનાના ટ્વિટર એકાઉન્ટનું તાળું મારી દીધું છે. કંગનાએ મમતા બેનર્જીને ટ્વીટ કરી આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદથી જ યુઝર્સ કંગનાને સાચું-ખોટું કહી રહી હતી. હવે ઓફિશિયલ રીતે કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

કંગનાએ બંગાળ ચૂંટણી પરિણામ બાદ તબક્કાવાર કેટલાંય ટ્વિટસ કર્યા હતા. તેમણે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)ની વિરૂદ્ધ નિવેદન આપ્યું અને મમતા બેનર્જી પર ટિપ્પણી કરી હતી.

કંગનાએ એક વીડિયો શેર કર્યો હતો તેના મતે TMC ચૂંટણી બાદ ભાજપ પાર્ટીની મહિલાઓની સાતે મારપીટ કરાઇ. જો કે કંગનાના આ ટ્વિટસ બાદ યુઝર્સે તેને ચારેયબાજુથી ઘેરી હતી. યુઝર્સે તેને ભાજપની ચાપલૂસ, ચમચી વગેરે કેટલાંય પ્રકારના નામતી સંબોધિત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન