Bollywood Actress Tara Sutaria Glamorous photos goes viral on Internet
  • Home
  • Featured
  • એક્ટ્રેસ તારા સુતારિયાએ એક વાર ફરી સોશિયલ મીડિયા પર લગાવી આગ…જુઓ Photos

એક્ટ્રેસ તારા સુતારિયાએ એક વાર ફરી સોશિયલ મીડિયા પર લગાવી આગ…જુઓ Photos

 | 11:08 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી જ ફિલ્મથી તારા દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તારા તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ માટે સતત અપડેટ કરતી હોય છે.

તારા તેની ગ્લેમરસ અને સુપર સ્ટાઇલિશ તસવીરો પોસ્ટ કરવા માટે સોશિયલ મીડિયા પર જાણીતી છે. તેની તસવીરોને ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે અને શેર પણ કરે છે. સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર તારા સુતારિયાના 37 લાખથી વધુ ફોલોવર્સ છે. વર્કફ્રંટની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ તારા હવે ફિલ્મ ‘તડપ’માં નજરે આવશે. જેમાં તેના અપોઝિટ બોલિવૂડ સુપરસ્ટાર સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી નજરે આવશે અને આ સાથે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન