Bollywood celebrities lighting diya narendra modi 9 baje 9 minute appeal
  • Home
  • Featured
  • Photos: કોરોના વિરૂદ્ધ જંગ, ઐશ્વર્યા, અમિતાભ, અક્ષય, રજનીકાંતે દીપ પ્રગટાવ્યા, જોવા જેવો નજારો

Photos: કોરોના વિરૂદ્ધ જંગ, ઐશ્વર્યા, અમિતાભ, અક્ષય, રજનીકાંતે દીપ પ્રગટાવ્યા, જોવા જેવો નજારો

 | 7:52 am IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા સમગ્ર દેશવાસીઓને એકતાનો સંદેશ આપવા અને કોરોના જેવી મહામારી સામે જંગ લડવા બીડુ આપ્યુ હતુ જેનો ગઈ કાલે રાત્રે એટલે કે 5 એપ્રિલ 2020 રાત્રે 9 કલાક 9 મિનિટ સુધી પરિચય મળ્યો હતો. સમગ્ર દેશમાં ખુણે ખુણે રહેલા લોકોએ ઘરમાં લાઈટોને બંધ કરી દીવડાઓ પ્રગટાવી કોરોનાને હરાવવા અને વિજયની કામના કરતા પ્રાર્થના કરી હતી. દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બોલિવૂડ પણ આ કાર્યક્રમમાં પાછળ રહ્યું નથી. ઐશ્વર્યા રાયે તેના પરિવાર સાથે દીપ પ્રાગટ્ય કર્યુ હતુ તસવીરોમાં તમે ટ્રેડિશનલ કપડામાં એશને જોઈ શકો છો. અભિષેક પુત્રી આરાધ્યાએ ભારે ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમમાં સાથ આપ્યો હતો. મહાનાયકે ટોર્ચ કરીને દુનિયાભરને એકતાનો સંદેશ પાઠવ્યો હતો.

કોકીલકંઠી લતા માંગેશકરે ઇન્સ્ટાગ્રામ પર દીપક પ્રજ્વલીત કરતી તસવીર શેર કરી લખ્યું છે કે નમસ્કાર માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનમાં દીપ પ્રગટાવી સરકારને સમર્થન કરીએ. અક્ષય કુમારે બાલ્કનીમાં મીણબતી પ્રગટાવી હતી.

સુપર સ્ટાર રજનીકાંતે મીણબતી પ્રગટાવી હતી શ્રદ્ધા કપૂર, કંગના રનૌત, કાર્તિક આર્યન, કૈટરીના કૈફ, અરબાઝ ખાન, રણબીર હુડ્ડા, કૃતિ સેનન બાલ્કનીમાં કેન્ડલ કે દીવડાઓ કરીને કોરોના સામે વિજય મેળવવાનો સંકલ્પ કરતા દેખાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન