Bollywood Shahrukh Khan And His Wankhede Connection
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું શાહરૂખ ખાનની કુંડલીમાં છે વાનખેડેનો દોષ?

શું શાહરૂખ ખાનની કુંડલીમાં છે વાનખેડેનો દોષ?

 | 5:03 pm IST
  • Share

  • શાહરૂખ ખાનનું છે વાનખેડે સાથે અલગ જ કનેક્શન

  • પહેલા વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ પર પ્રતિબંધ

  • પછી દીકરાની ધરપક કરી વાનખેડે નામના અધિકારીએ

બોલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને તેમનો પરિવાર આજકાલ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ તે હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. તેના જામીન અરજી કોર્ટે ફગાવી દીધા છે, ત્યારે હાલ તો આર્યન જેલમાંથી બહાર આવે એવા કોઈ સંકેતો દેખાતા નથી.

શાહરૂખ ખાન પર વાનખેડે નામનું ગ્રહણ

આ બધા વચ્ચે હવે એવું લાગી રહ્યું છે કે જાણે શાહરૂખ ખાન પર વાનખેડે નામનું ગ્રહણ લાગ્યું છે. શાહરૂખ ખાને આ નામથી બચીને રહેવાની જરૂર હોય એમ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2012માં શાહરૂખ ખાન પર વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જયારે હવે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ પણ વાનખેડેએ જ કરી હતી.

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ ક્રુઝ પર રેવ પાર્ટી દરમ્યાન એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ ધરપકડ કરી હતી અને એનસીબીની કસ્ટડી દરમિયાન તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સમીર વાનખેડે પણ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યા છે. તપાસ દરમિયાન ડ્રગ્સ કેસમાં એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે.

જયારે વાત કરીએ શાહરૂખ ખાનની તો એના પર વર્ષ 2012માં વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેમના પર આ કાર્યવાહી સ્ટેડીયમના સ્ટાફ સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા માટે કરવામાં આવી હતી. શાહરૂખ ખાન તેમની ટીમની મેચ દરમિયાન નશાની હાલતમાં વાનખેડે સ્ટેડીયમ પહોંચ્યા હતા, અને ગાર્ડે કશું કહ્યું તો એમને મુંબઈ ક્રિકેટ એસોસીએશનના અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે માટે તેમના પર આ સ્ટેડીયમમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો