Boman Irani's mother Jerbanoo passes away at 94
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવુડના દિગ્ગજ અભિનેતાની માતાનું નિધન, ઉંઘમાં જ દુનિયાને કહી દીધું અલવિદા

બોલિવુડના દિગ્ગજ અભિનેતાની માતાનું નિધન, ઉંઘમાં જ દુનિયાને કહી દીધું અલવિદા

 | 6:59 am IST
  • Share

બોલિવુડ એકટર બોમન ઇરાનીના માતા જેરબાનુ ઇરાનીનું નિધન થઇ ગયું છે. એકટરે આ વાતની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આપી છે. તેમણે કહ્યું કે તેમની 94 વર્ષની માતાએ ઉંઘમાં જ દુનિયાને અલવિદા કહી દીધું.

બોમન ઇરાનીએ માતાની તસવીર શેર કરતાં ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે મા ઇરાનીએ ઉંધમાં જ આ દુનિયાને શાંતિથી અલવિદ કહી દીધું. તેઓ 94 વર્ષના હતા, તેમણે 32 વર્ષની ઉંમરથી જ મારા માટે માતા અને પિતા બંનેનું કિરદાર નિભાવ્યું હતું. તે ખૂબ જ જિંદાદિલ હતા અને કેટલીય મજેદાર વાર્તાઓથી ભરેલી હતી જે માત્ર તે જ કહી શકતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani)

ખાવાનું અને ગાવાનું પસંદ હતું

બોમને આગળ લખ્યું કે જ્યારે પણ તે મને ફિલ્મો માટે મોકલી હતી તો હંમેશા એ વાતનું ધ્યાન રાખતી હતી કે કંપાઉન્ડ કિડ્સ મારી સાથે રહે. તે હંમેશા કહેતી હતી કે પોપકોર્ન ના ભૂલતો. તેમને ગાવાનું અને ખાવાનું પસંદ હતું. તેની સાથે જ તેઓ ઝડપથી વિકિપીડિયા અને આઇએમડીબી પર તરત ફેકટ ચેક કરી શકતા હતા.

લોકોને ખુશ રાખવાનું કહેતા હતા

બોમન લખે છે કે તેઓ હંમેશા કહેતા હતા કે તું એક અભિનેતા એટલા માટે નથી કે લોકો તારા વખાણ કરે. તું એક અભિનેતા છે કારણ કે તું લોકોને ખુશી આપી શકે. હંમેશા લોકોને ખુશી આપો. છેલ્લી રાત્રે તેમને મલાઇ કુલ્ફી અને કેરી માંગી હતી. તે ઇચ્છત તો ચાંદ અને તારા પણ માંગી શકતી હતી. તે એક સ્ટાર હતી અને હંમેશા રહેશે.

લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

બોમનની પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ તેમની માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપને જણાવી દઇએ કે ગઇ 18મી નવેમ્બરના રોજ પોતાની માતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના પર એક પોસ્ટ શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન