Bombay High Court gives clean chit to Aryan Khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટની ક્લીનચીટ

આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટની ક્લીનચીટ

 | 7:44 am IST
  • Share

  • આર્યન ખાનની ફોન વૉટસએપ ચેટમાં કશું વાંધાજનક મળી આવ્યુ ન હોવાનું કોર્ટનું તારણ, આરોપી સાબિત કરવા માટે કોઈ પૂરાવા નથી

  • આર્યન ખાન પાસેથી કોઈ જાતનું ડ્રગ્સ પણ મળી આવ્યું નથી: બેઈલ ઓર્ડર જાહેર કરતા ખુલાસો થયો

  • આર્યન ખાન પાસેથી ડ્રગ્સ પણ મળ્યું નથી: ડ્રગ્સ માટે કોઈ કાવતરું ઘડયાનો પૂરાવો નથી

 

કોર્ટે કહ્યું હતું કે, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું નથી કે તેણે અન્ય મિત્રો મર્ચન્ટ તેમજ ધામેચા સાથે મળીને ડ્રગ્સ માટે કોઈ કાવતરું ઘડયું હોવાનાં પૂરાવા પણ મળ્યા નથી. મર્ચન્ટ અને ધામેચા પાસેથી નજીવી માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. NCBએ આર્યન ખાન તેમજ અન્ય આરોપીઓનાં NDPSની કલમ 67 હેઠળ જે નિવેદનો લીધા છે તેને ફક્ત તપાસ માટે ધ્યાનમાં લઈ શકાય છે તેમણે કોઈ ગુનો કર્યો છે તેવું સાબિત કરવા હથિયાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય નહીં. સાક્ષીઓના તમામ રેકોર્ડમાં ક્યાંય એવું પુરવાર થતું નથી કે તમામ આરોપીઓ ગેરકાનૂની કૃત્ય કરવા માટે એકઠા થયા હતા. આમ કોર્ટે 14 પાનાનાં આદેશમાં NCBનો કાવતરાંનો તર્ક ફગાવ્યો હતો.

વિવાદાસ્પદ ક્રૂઝ રેવ પાર્ટી અને ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આરોપી સાબિત કરવા કોઈ પૂરાવા મળી આવ્યા નથી તેમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું. કોર્ટે આર્યન ખાનનો બેઈલ ઓર્ડર જાહેર કર્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે તેની મોબાઈલ દ્વારા કરાયેલી વૉટસએપ ચેટમાં પણ કશું વાંધાજનક મળી આવ્યું નથી. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનનાં પુત્ર આર્યન ખાનને 2 ઓક્ટોબરે NCB દ્વારા ડ્રગ્સ કેસમાં પકડવામાં આવ્યો હતો. 26 દિવસ જેલમાં રહ્યા પછી તેને 28 ઓક્ટોબરે જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે, આર્યન ખાન તેમજ તેના સાથી મિત્રો સામે કોઈ પૂરાવા મળ્યા નથી.

હકીકતો અને પૂરાવા નક્કર હોવા જોઈએ 

જસ્ટિસ સાંબ્રેએ કહ્યું હતું કે, આરોપીઓ સામે કાવતરાંનો કેસ સાબિત કરવા નક્કર પૂરાવા હોવા જોઈએ. માત્ર ક્રૂઝમાં પ્રવાસ કરવાથી તેમની સામે NDPSની કલમ 29 લાગુ કરી શકાય નહીં. તમામ પૂરાવાનો સ્વીકાર કરવામાં આવે તો પણ આ કેસમાં એક વર્ષથી વધુ સજાની જોગવાઈ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો