Bopal In police found a Covid-positive youth in a 40-minute lockup
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બોપલમાં પોલીસે કોવિડ પોઝિટિવ યુવકને 40 મિનિટ લોકઅપમાં પુર્યો, જીતેન્દ્ર કરગરતો રહ્યો કે, મને…

બોપલમાં પોલીસે કોવિડ પોઝિટિવ યુવકને 40 મિનિટ લોકઅપમાં પુર્યો, જીતેન્દ્ર કરગરતો રહ્યો કે, મને…

 | 7:32 am IST
  • Share

બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ અરજીની કોઈ તપાસ વગર જ નિવૃત્ત પોલીસ કર્મચારીના કોરોના પોઝિટિવ પુત્રને લોકઅપમાં ૪૦ મિનિટ સુધી ગોંધી રાખી કોવિડ ગાઈડલાઈનનું તો ઉલ્લંઘન કર્યું પણ અરજદારની ખોટી રીતે તરફેણ કરી હતી. પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓના ધ્યાને આવ્યું કે, યુવક કોવિડ પોઝિટિવ છે. આથી તેઓએ યુવકને છોડી દેવા પોલીસ કર્મચારીને જણાવ્યું હતું.

દવા લેવા નીકળેલા યુવક સાથે સામે ચાલી સામાન્ય રકઝક કરનાર શખ્સ ફ્રિયાદ કરવા બોપલ પહોંચ્યો હતો. આથી યુવક પણ પોતાના બચાવ માટે પોલીસ સ્ટેશન ગયો હતો. આ અંગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

બોપલના આરોહી ટેનામેન્ટમાં રહેતા નિવૃત્ત એએસઆઈ અશોક ભારદ્વાજ શહેર પોલીસમાં ફ્રજ બજાવી ચુક્યા છે. અશોકભાઈ તેમનો પુત્ર જીતેન્દ્ર સહિત પરિવારના સભ્યો કોવિડ પોઝિટિવ આવ્યા હોવાથી ડોકટરના માર્ગદર્શન હેઠળ ઘરે સારવાર લઇ રહ્યાં હતા. ડોકટરે દવા લખી આપતા જીતેન્દ્ર સોમવારે સવારે દવા લેવા જતો હતો. સોસાયટીના ગેટ પાસે બાઇક બંધ પડી જતા તે ચાલુ કરતો હતો. ત્યારે સોસાયટીમાં રહેતા શખ્સે જીતેન્દ્ર સાથે રકઝક કરી હતી. જીતેન્દ્રએ મારી તબિયત ખરાબ છે, હું દવા લેવા જાવ છું, તેમ કહેતા આ શખ્સે હું પોલીસ સ્ટેશન જાવ છું તેમ કહ્યું હતું. જીતેન્દ્રએ વાંક વગર ફ્રિયાદ કરવા કેમ જાવ છો, ચાલો હું પણ જોડે આવું, તેમ કહ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારી હિતેષભાઈએ જીતેન્દ્ર સાથે રકઝક કરનારને અરજી લખવા જણાવ્યું, જ્યારે જીતેન્દ્રની કોઈ રજુઆત સાંભળી નહીં. હિતેષભાઈએ જીતેન્દ્રની બેગ, મોબાઈલ ફેન લઈ અને બેલ્ટ કઢાવી લોકઅપમાં ૪૦ મિનિટ સુધી બેસાડી દીધો હતો.

જીતેન્દ્ર કરગરતો રહ્યો કે, મને કોરોના પોઝિટિવ હોવાથી હું દવા લેવા નીકળ્યો છું. પોલીસ જવાન હિતેષભાઈએ કોઈ વાત સાંભળી ન હતી. ૪૦ મિનિટ સુધી જીતેન્દ્રને કસ્ટડીમાં ગોંધી રાખ્યો હતો. બાદમાં જીતેન્દ્રનો રિપોર્ટ અને ફઇલ જોયા બાદ તે પોઝિટિવ હોવાનું જાણી ગયેલા અન્ય પોલીસ કર્મચારી અને પીએસઓના દબાણને કારણે જીતેન્દ્રને પોલીસ કર્મચારી હિતેષભાઈએ જવા દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન