સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને કોણ નહીં જાણતું હોય! આજે નાના બાળકથી લઇને મોટેરા પણ પુષ્પાના દીવાના છે. આ ફિલ્મ ખૂબ જ મોટી બ્લોક બ્લસ્ટર રહી હતી. આ ફિલ્મ બાદ અલ્લૂ અર્જુનને ચાહનારા વર્ગમાં વિશેષ વધારો થયો છે. પણ હાલમાં જ અલ્લૂને લઇને ચોંકાવનારી બાબત સામે આવી છે. તાજેતરમાં જ તેના પર કરવામાં આવેલી એફ.આઇ.આરથી તે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે તેના પર એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની ભ્રામક એડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની એડ માટે તેના પર અંબરપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તો આ તરફ અન્ય એક સામાજિક કાર્યકરે લોકોને ભ્રામક જાણકારી આપવાના આરોપમાં અલ્લૂ પર કોર્ટકેસ ચલાવવા ઉપરાંત તેના પર કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ એડ અગાઉ પણ અલ્લૂ અર્જુન એક અન્ય ફૂડ ડિલિવરી એપના માર્કેટિંગને લઇને પણ વિવાદોમાં ઘેરાયો હતો.