brain dead youth organ donate Save six people Life Surat Gujarat
  • Home
  • Gujarat
  • બ્રેઈન ડેડ ‘સુરજ’ના અંગદાનથી છ વ્યક્તિના જીવનમાં ‘ઉજાસ’ પ્રસર્યો

બ્રેઈન ડેડ ‘સુરજ’ના અંગદાનથી છ વ્યક્તિના જીવનમાં ‘ઉજાસ’ પ્રસર્યો

 | 6:55 pm IST

ઉડિયા સમાજના બ્રેઈન ડેડ સુરજ બહેરાના અંગદાનથી ઓર્ગન ફેલ્યોરને કારણે જિંદગી સામે ઝઝુમી રહેલા છ વ્યકિતના જીવનમાં ઉજાસ ફેલાયો છે. બીઆરટીએસ બસે ટક્કર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા સુરજને બ્રેઈન ડેડ ઘોષિત કરાતા તેની કિડની, લિવર, ચક્ષુ અને હાર્ટ જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ સાથે ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી ૨૪માં હૃદયનું દાન કરાયું છે.

પીપલોદ, રાજહંસ સિનેમાની પાછળ આવેલા શ્રીરામ વિલામાં રહેતો સુરજ બાબુ બહેરા (ઉં.વ.22) બમરોલામાં આવેલા લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો. મુળ ઓરીસ્સા, ગંજામનો વતની સુરજ ગત તા. ૨૯મીએ સવારે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે બીઆરટીએસ બસે તેને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી. તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબીબી તપાસ દરમિયાન સુરજના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જવા સાથે સોજો આવ્યો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ ગત તા. 1લીએ તબીબોની ટીમે સુરજને બ્રેઈન ડેડ ઘોષિત કર્યો હતો.

ડોનેટ લાઈફની ટીમ દ્વારા સુરજના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવાયું હતું. ત્યારબાદ તેમણે સુરજના અંગોનું દાન કરવા સમંતી આપી હતી. સુરજની આંખોનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વિકાર્યું હતું. જ્યારે તેનું હૃદય મુંબઈ ખાતે સુરતની મહિલામાં ટ્રાન્સપાલ્ટ કરાયું હતું, અને બંને કિડની તથા લિવર ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન