brazil corona updates criminal case may be filed against president jair bolsonaro
  • Home
  • Featured
  • અહીં કોરોનાથી મોતનો આંક ચોંકાવનારો, રાષ્ટ્રપતિ પર થઈ શકે છે કેસ!

અહીં કોરોનાથી મોતનો આંક ચોંકાવનારો, રાષ્ટ્રપતિ પર થઈ શકે છે કેસ!

 | 7:31 pm IST
  • Share

  • બ્રાઝિલમાં કોરોનાથી કુલ 6 લાખ લોકોના મોત થયા
  • Jair Bolsonaro પર થઈ શકે છે કેસ
  • કોરોના મહામારી પર યોગ્ય પગલા ન લેવાનો આરોપ

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને કોરોના મહામારીમાં યોગ્ય કામગીરી ન કરવાના આરોપ હેઠળ હવે કોર્ટમાં હાજર થવું પડી શકે છે. આ જાણકારી કેસની તપાસ માટે બનાવેલી પેનલના હેડ સીનેટર Renan Calheirosએ આપી છે. Renan Calheirosએ કહ્યું કે કમિટી દેશની વસ્તીના વિરોધમાં નરસંહાર, સાર્વજનિક ધનના અનિયમિત ઉપયોગ, સ્વચ્છતાના ઉપાયોનું ઉલ્લંઘન, કેસને ઉગ્ર કરવાની અને બનાવટી ખાનગી ડોક્યુમેન્ટના આરોપમાં રાષ્ટ્રપતિ પર કેસ કરશે. સાથે તેમના દીકરા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી Eduardo Pazuello પર પણ આરોપ લગાવાય તેવી શક્યતા છે.

કોરોનાની મજાક ઉડાવતા હતા બોલ્સોનારો

ઉલ્લેખનીય છે કે દક્ષિણપંથી વિચારો માટે ઓળખાતા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો શરૂઆતથી કોરોના મહામારીને સામાન્ય લેતા આવ્યા છે. તેઓએ દેશમાં લોકડાઉનના ઉપાયોના વિરોધમાં વાત કરીઅને કોરોના વેક્સિનની પણ મજાક ઉડાવી હતી. તે માસ્ક પહેરવાનો પણ વિરોધ કરતા આવ્યા છે. પરિણામ એ આવ્યું કે આ વર્ષે જુલાઈમાં તે પોતે કોરોનાના દર્દી બન્યા.

પેનલનો રિપોર્ટ મંગળવારે જાહેર કરાશે

સેનેટ તપાસ પેનલનો રિપોર્ટ મંગળવારે જાહેર કરાશે. આ પછી પેનલના સભ્યો મત આપશે કે તેઓ રાષ્ટ્રપતિ અને અન્ય લોકોના વિરોધમાં કેસ શરૂ કરવા સહમત છે કે નહીં. મત આપ્યા બાદ રિપોર્ટને દેશની એટર્ની જનરલની ઓફિસે મોકલવામાં આવશે. આ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિના વિરોધમાં કેસની કાર્યવાહી શરૂ કરી શકાશે. જો કે જાણકારોનું કહેવું છે કે આ પત્ર જાહેર કરાય તેવી શક્યતા ઓછી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો