Bread Tikki Recipe Snack Easy And Tasty Recipe Step By Step
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્રેડની કિનારીઓમાંથી બનાવો ક્રિસ્પી બ્રેડ ટિક્કી, ચટણી કે સૉસ સાથે લાગશે એકદમ જ સ્વાદિષ્ટ

બ્રેડની કિનારીઓમાંથી બનાવો ક્રિસ્પી બ્રેડ ટિક્કી, ચટણી કે સૉસ સાથે લાગશે એકદમ જ સ્વાદિષ્ટ

 | 4:26 pm IST
  • Share

સવાર અને સાંજ બંને સમયના નાસ્તામાં બ્રેડથી બનેલી વાનગીઓ ખાવી મોટે ભાગે દરેકને પસંદ હોય છે. ઘણી વખત, આપણે બ્રેડમાંથી વાનગીઓ બનાવતી વખતે, તેની કિનારીઓ અલગ કરીને નાખી દઈએ છીએ. પરંતુ એ જ બ્રેડની કિનારીઓમાંથી એક અદ્ભુત વાનગી બ્રેડ ટિક્કી પણ બનાવી શકાય છે જેની રેસિપી અહીં જણાવી રહયા છીએ.

સામગ્રી –

  • 2 કપ બ્રેડની કિનારીઓ
  • 2 બાફેલા બટાકા
  • 1 કપ ડુંગળી
  • 1/2 કપ કેપ્સિકમ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ચાટ મસાલો
  • 2 ચમચી લીલા ધાણા
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબ તેલ

રીત:

સૌ પ્રથમ એક વાસણમાં બટાકા અને બ્રેડની કિનારીને મેશ કરો. તેમાં બધી સામગ્રી મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો. હવે એક પેનમાં તેલ ગરમ થવા મધ્યમ તાપ પર મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તમારા હાથને તેલથી ગ્રીસ કરો અને એક ચમચી મિશ્રણ લો અને તેને ટિક્કીનો આકાર આપો. આ રીતે તમામ ટિક્કી તૈયાર કરો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં ટિક્કી નાંખો અને સોનેરી થાય ત્યાં સુધી તળી લો. ધ્યાનમાં રાખો કે ટિક્કીને ડીપ ફ્રાય નથી કરવાની. બ્રેડ ટિક્કી તૈયાર છે. ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો