Brisbane hosts 2032 Olympics, to host OC for third time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્રિસબેનને 2032ની ઓલિમ્પિકની યજમાની મળી, ઓસી.માં ત્રીજી વખત યોજાશે

બ્રિસબેનને 2032ની ઓલિમ્પિકની યજમાની મળી, ઓસી.માં ત્રીજી વખત યોજાશે

 | 9:00 am IST
  • Share

બ્રિસબેનને ૨૦૩૨માં યોજાનારી ઓલિમ્પિકની યજમાનીના અધિકારો સુપરત કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમય પહેલાંથી આ અટકળો કરવામાં આવતી પરંતુ બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ (આઇઓસી) બુધવારે વોટિંગ બાદ બ્રિસબેનને યજમાન તરીકે જાહેર કર્યું હતું. ઓલિમ્પિક ઇવેન્ટ્સનું પૂરું આયોજન ક્વિન્સલેન્ડ સ્ટેટમાં કરવામાં આવશે જેમાં ગોલ્ડ કોસ્ટ સિટી પણ સામેલ છે જેણે ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. ૨૦૩૨ની ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે કતાર, હંગેરી તથા જર્મની પણ સામેલ હતા. ૨૦૨૪માં પેરિસ અને ૨૦૨૮માં લોસ એન્જલસ ઓલિમ્પિકની યજમાની કરશે. ભારતે પણ ૨૦૩૨ની ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ તે ઘણું પાછળ રહી ગયું હતું. હવે ભારત ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો રજૂ કરે તેવી સંભાવના છે.

ઓસ્ટ્રેલિયામાં ત્રીજી વખત ઓલિમ્પિક યોજાશે

ઓલિમ્પિકના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા ૧૯૫૬ની મેલબોર્ન અને ૨૦૦૦ની સિડની ઓલિમ્પિકની યજમાની કરી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયામાં ૩૨ વર્ષ બાદ રમતોના મહાકુંભનું પુનરાગમન થશે. મેલબોર્ન અને સિડની બાદ ઓલિમ્પિકની યજમાની કરનાર બ્રિસબેન ત્રીજું સિટી બનશે. શુક્રવારથી સત્તાવાર રીતે ટોક્યો ગેમ્સ પહેલાં યોજાયેલી બેઠકમાં આઇઓસીના સભ્યોએ સત્તાવાર રીતે મંજૂરી આપી દેતાં બ્રિસબેનના યજમાન બનવાનો રસ્તો મોકળો બની ગયો હતો.

બ્રિસબેનમાં આતશબાજી અને જશ્નનો માહોલ 

આઇઓસી દ્વારા જેવું બ્રિસબેનને યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યું કે તરત જ ઓસ્ટ્રેલિયામાં વિવિધ જગ્યાએ આતશબાજી શરૃ થઇ ગઇ હતી. બ્રિસબેનમાં લોકોએ રસ્તાઓ ઉપર ઉજવણી કરી હતી અને આતશબાજીનો આનંદ માણ્યો હતો. બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા બીજી વખત પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરશે. ૧૯૫૬ની મેલબોર્ન ઓલિમ્પિકમાં પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું નહોતું.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પણ ખુશી વ્યક્ત કરી

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમારી સરકારને ગર્વ છે કે અમને બ્રિસબેન અને ક્વિન્સલેન્ડમાં ઓલિમ્પિકની યજમાની કરવાની તક મળી છે. ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડની સરકાર રમતોની યજમાની માટે આર્િથક રીતે સજ્જ છે. અમે શાનદાર રીતે રમતોનું આયોજન કરીશું. ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેવી રીતે કરવું તે અમે સારી રીતે જાણીએ છીએ. બ્રિસબેન નવી બીડિંગ સિસ્ટમની પ્રથમ વિજેતા સિટી છે. નવી ફોર્મેટમાં આઇઓસી સંભવિત દાવેદારનો સંપર્ક કરે છે અને તેની કોઇ પણ વિરોધ વિના પસંદગી કરે છે. મત ખરીદવાના જોખમને હટાવવા તથા પ્રચાર અભિયાનનો ખર્ચ ઓછો કરવા માટે નવી ફોર્મેટ તૈયાર કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન