બ્રિટનમાં મુસ્લિમ મહિલા પ્લેન પ્રવાસીની પૂછપરછ, કારણ જાણી થશે તાજ્જુબ - Sandesh
  • Home
  • World
  • બ્રિટનમાં મુસ્લિમ મહિલા પ્લેન પ્રવાસીની પૂછપરછ, કારણ જાણી થશે તાજ્જુબ

બ્રિટનમાં મુસ્લિમ મહિલા પ્લેન પ્રવાસીની પૂછપરછ, કારણ જાણી થશે તાજ્જુબ

 | 12:35 am IST
  • Share

એક મુસ્લિમ કાર્યકર્તાને યુકેના એક એરપોર્ટ પર અટકમાં લેવામાં આવી હતી. ટેરર લો હેઠળ તેને અટકમાં લઇને તેની પૂછપરછ પણ કરી. કેબિન ક્રૂ મેમ્બરે તે મહિલાને ફ્લાઇટમાં સીરિયાઇ સંસ્કૃતિ પર આધારિત એક પુસ્તક વાંચતાં જોઇ હતી અને શંકાસ્પદ વ્યવહાર બદલ પોલીસને જાણ કરી દીધી હતી.

ફૈજાન શાહી તુર્કસ્તાનથી હનીમૂન મનાવીને પાછી ફરી રહી હતી. 25 જુલાઇના રોજ યોર્કશાયર પોલીસે ડોનકાસ્ટર એરપોર્ટ પરથી તેને અટકમાં લીધી હતી. શાહીન કટ્ટરવાદનો ફેલાવો કરનારા માનસિકરૃપે નબળા કિશોરોને તે મદદ કરતી રહેતી હતી. પોલીસે 15 મિનિટ સુધી તેની પૂછપરછ કરી હતી. તે વિમાનમાં સીરિયા સ્પીક્સ: આર્ટ એન્ડ કલ્ચર ફ્રોમ ધ ફ્રન્ટલાઇન પુસ્તક વાંચી રહી હતી. મલઉ હલાસાનું આ એવોર્ડ વિનિંગ પુસ્તક છે.

શાહીને આ ઘટના અંગે નિરાશાજનક ટિપ્પણી આપતાં કહ્યું હતું કે અલગ ધર્મ પાળતી હોવાથી તેની સામે ભેદભાવ થયો હતો. તે વિધિવત રીતે પોલીસ અને થોમસન એરવેઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે. ‘હું નિર્દોષ હોવા છતાં હું જાણે અપરાધી હોઉં તે રીતે મારી સાથે વ્યવહાર થયો હતો. એક પુસ્તકનું વાંચન કરતાં શંકા સેવાઇ હતી.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો