• મુસાફર ટ્રેનનો ટ્રાફિક ઘટશે અને સુરક્ષા વધશે
  • 40 હજાર સામાન્ય રેલવેના ડબ્બાને વંદે ભારતમાં કન્વર્ટ કરાશે
  • ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે

નાણામંત્રીએ કહ્યું કે રેલવેના વિકાસ પર આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. હવે 3 નવા કોરિડોર બનશે અને સાથે મુસાફર ટ્રેનનો ટ્રાફિક ઘટશે. આમ કરવાથી મુસાફરોની સુરક્ષામાં પણ વધારો થશે. 40 હજાર સામાન્ય રેલવેના ડબ્બાને વંદે ભારતમાં કન્વર્ટ કરવામાં આવશે. તો આ સિવાય યાત્રાની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમાં વધારો કરવામાં આવશે.

રેલવે અને એવિએશનમાં સુધારો કરવામાં આવ્યો

[[$googlead]]

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. જેના સાથે જ દેશમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે.

[[$alsoread]]

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લી અને પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને તેમની સાથે નાસ્તો કર્યો. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ લાલને બદલે વાદળી રંગની સાડીમાં જોવા મળ્યા હતા. સબકા સાથ, સબકા વિકાસ સાથે આ બજેટની શરૂઆત નાણામંત્રીએ કરી હતી. તમને જણાવી દઈએ કે આ પછીનું બજેટ વચગાળાનું બજેટ છે અને સંપૂર્ણ બજેટ લોકસભા ચૂંટણી પછી રજૂ કરવામાં આવશે. પીએમ મોદીએ આ બજેટ પહેલા જ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ બજેટ દેશ માટે સારું છે અને સાથે જ મિડલ ક્લાસ માટે લાભદાયી બજેટ રહેશે. વર્ષ-2024 લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. આ સ્થિતિમાં લોકોને મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટથી વિશેષ અપેક્ષાઓ છે. નોંધનીય છેકે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

નિર્મલા સીતારમણનું શેડ્યૂલ શું છે?

નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 7.30 વાગ્યા પછી તેમના ઘરેથી નીકળ્યા અને સવારે 8:15 વાગ્યે નાણા મંત્રાલયના ગેટ નંબર 2 પર બજેટ તૈયારી ટીમનું ફોટો સેશન કર્યું. સવારે 8:45 વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને બજેટને મંજૂરી લીધી. નાણામંત્રી સવારે 9.15 કલાકે સંસદ પહોંચીને સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠકમાં બજેટની લીધી. તે પછી નાણામંત્રી નિર્મલાનું બજેટ ભાષણ સંસદમાં સવારે 11 વાગ્યે શરૂ થયું છે. બજેટ બાદ સાંજે 4 વાગ્યે નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ થશે.

શું આવ્યા બજેટમાં ફેરફાર

આ બજેટ પછી ચૂંટણી યોજાવાની છે, તેથી માનવામાં આવે છે કે 1 ફેબ્રુઆરીએ સરકાર સામાન્ય જનતા માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે નાણાપ્રધાનનો પિટારો આધાર ખેડૂતોથી લઈને દેશના શ્રમજીવી લોકો સુધી દરેક માટે ખુલી શકે છે. ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. ત્યારબાદ 1999થી તે સવારે 11 વાગ્યે રજૂ થવાનું શરૂ થયું. 2014માં વર્તમાન સરકારે તેની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી હતી. અગાઉ દેશનું બજેટ બ્રીફકેસમાં રજૂ કરવામાં આવતું હતું. પછી તેમાં ફેરફાર કરીને ચામડાની થેલીમાં લાવવામાં આવ્યું. વર્તમાન મોદી સરકારના શાસનમાં ચામડાની થેલી ગાયબ થઈ ગઈ છે અને તેનું સ્થાન રેડ લેજર એકાઉન્ટ અને ડિજિટલ ટેબલેટે લઈ લીધું છે.

  • Follow us on: