• ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ કરાઇ
  • હાલમાં 7 લાખ સુધીની આવક પર ટેક્સ નહીઃ નાણામંત્રી
  • સ્ટાર્ટ અપ માટે ટેક્સમાં છૂટછાટ એક વર્ષ સુધી લંબાવાઇ

દરેક બજેટ દરમિયાન આવકવેરામાં છૂટને લઈને અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવે છે, આ વખતે પણ લોકોને આશા હતી, પરંતુ સરકારે વચગાળાના બજેટમાં તેમાં કોઈ ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે કરદાતાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય
નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય તેવું કહેવાની સાથે જ કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે, સોવરિન ફંડ્સ માટે ટેક્સ મુક્તિમાં વધારો કરવામાં આવ્યો છે. માર્ચ 2025 સુધી સોવરિન ફંડ્સ પર ટેક્સ મુક્તિ વધારવામાં આવી છે. આ સાથે સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિનો અવકાશ વધારવામાં આવ્યો છે.

 

આવકવેરો ભરવાની પ્રક્રિયા સરળ કરાઈ
આ સિવાય તેમણે કહ્યું કે આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હવે આઈટીઆર રિફંડ સરેરાશ 10 દિવસમાં થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે દર મહિને સરેરાશ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આ સિવાય બજેટમાં આ મોટી જાહેરાતો કરાઈ
  • પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બન્યા, આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.
  • સર્વાઇકલ કેન્સર માટે રસીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે, તેને રોકવા માટે કામ કરવામાં આવશે.
  • આ અંતર્ગત 9-14 વર્ષની વયની છોકરીઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.
  • માત્ર શક્તિ અને છોકરીઓ માટે નવો કાર્યક્રમ લાવવામાં આવશે અને તેમને તેનો લાભ આપવામાં આવશે.
  • અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. તેનો લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવ્યો હતો.
  • આ સિવાય લક્ષદ્વીપમાં નવી યોજનાઓ શરૂ કરાશે એમ પણ તેઓએ કહ્યું.
  • દેશમાં 7 IIT અને 15 AIIMS શરૂ કરવામાં આવશે.
  • Follow us on:

[[$googlead]]