• ધિરાણ યોજના માટેના ભંડોળમાં અંદાજે રૂપિયા 90,000 કરોડનો ઉમેરો થશે

  • બજેટમાં MSMEને પ્રોત્સાહન અને બળ પૂરું પાડવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે
  • આ ક્ષેત્રમાં 11 કરોડ લોકો રોજગારી મેળવે છે.

દેશના 6.3 કરોડ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસોને મજબૂતી માટે બળ પૂરું પાડતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને બુધવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે આ વર્ષે 1લી એપ્રિલથી એમએસએમઇ માટે સુધારેલી ક્રેડિટ ગેરંટી સ્કીમનો અમલ કરવાની જાહેરાત કરી હતી. ધિરાણ યોજના માટેના ભંડોળમાં અંદાજે રૂપિયા 90,000 કરોડનો ઉમેરો થશે.

 સુધારેલી નવી ક્રેડિટ ગેરંટી સ્કીમને પગલે ધિરાણ 1 ટકા સસ્તું થશે અને એમએસએમઇને વધારાનું રૂપિયા 2 ટ્રિલિયનનું ધિરાણ પણ ઉપલબ્ધ રહેશે. એમએસએમઇ સેગમેન્ટ તે કુલ ડીજીપીના 30 ટકા બરોબરનું સેગમેન્ટ છે. આ ક્ષેત્રમાં 11 કરોડ લોકો રોજગારી મેળવે છે.

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ દેશના 65 ટકા એમએસએમઇ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમનો લાભ લઇ ચૂક્યા છે.

1લી એપ્રિલથી એમએસએમઇ માટે સુધારેલી ક્રેડિટ ગેરંટી સ્કીમનો અમલ કરવાની જાહેરાત સાથે ધિરાણ યોજના માટેના ભંડોળમાં રૂપિયા 90,000 કરોડનો ઉમેરો કરાયો

6000 કરોડની ફાળવણી સાથે નવો RAMP કાર્યક્રમ

બજેટમાં MSMEને પ્રોત્સાહન અને બળ પૂરું પાડવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તે અંતર્ગત ECLGSની મુદતમાં 31 માર્ચ, 2023 સુધીનો વધારો કરાયો છે. સીજીટીએમએસઇ હેઠળ સૂક્ષ્મ અને લઘુ એકમોને રૂપિયા 2 ટ્રિલિયન જેટલું વધારાનું ધિરાણ ઉપલબ્ધ કરાશે. આ સાથે 6000 કરોડની ફાળવણી સાથે નવો RAMP કાર્યક્રમ પણ અમલી બનશે.


  • Follow us on: