મોદીની રેલીમાંથી પાછી ફરતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 2નાં મોત, 6 ઘાયલ - Sandesh
  • Home
  • India
  • મોદીની રેલીમાંથી પાછી ફરતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 2નાં મોત, 6 ઘાયલ

મોદીની રેલીમાંથી પાછી ફરતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 2નાં મોત, 6 ઘાયલ

 | 1:13 pm IST

મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લામાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના ગામ ભાભરામાં સભા સંબોધી હતી. આ સભા સાંભળીને પાછી ફરી રહેલી લોકો સાથે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના મોત થયાં છે, જ્યારે છ અન્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પણ પત્ર લખ્યો હતો. જેમાં વિદ્યાર્થીએ રેલી માટે માણસોને લાવવા  સ્કૂલ બસનો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી.

અલિરાજપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) હિમેશ હિનોટિયાના જણાવ્યા પ્રમાણે, ગઇકાલે મોડી રાત્રે અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ખડગાંવની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

ભાભરામાં મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળ ભાભરાની મુલાકાત લીધી હતી. ક્રાંતિકારીના વતનની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા છે. અલિરાજપુર જિલ્લાના આ ગામમાં મોદીએ સંબોધન કર્યું હતું. ઉપરાંત ‘આઝાદી 70 સાલ-યાદ કરો કુર્બાની’ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન