વીકલી એકસપાયરીના દિવસે બજારની નીચા મથાળે શરૂઆત થઇ છે. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 122 અંક ઘટીને 61858 પર ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 42 અંક ઘટીને 18367 પર ખૂલ્યો.


સેકટરોલ ઇન્ડેક્સની સ્થિતિ

બજારમાં ઘટાડા વચ્ચે ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બેન્કિંગ, ઓટો, આઈટી, મેટલ્સ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેરોમાં તેજી જ્યારે 17 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 24 શેરમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે 26 શેરોમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારની માર્કેટ કેપ હાલમાં 284.32 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

શેરમાં તેજી

માર્કેટમાં ઘટાડા છતાં શેર્સ પર નજર કરીએ તો લાર્સન 1.29 ટકા, પાવર ગ્રીડ 1.08 ટકા, સિપ્લા 0.98 ટકા, ટાટા કન્ઝ્યુમર 0.71 ટકા, ભારતી એરટેલ 0.62 ટકા, સન ફાર્મા 0.61 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 0.54 ટકા, એક્સિસ બેન્ક 0.33 ટકા. ટકા, ICICI બેન્ક 0.42 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.42 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

શેરમાં મંદી

જો આપણે ઘટેલા શેરો પર નજર કરીએ તો, ટાટા મોટર્સ 2%, ટાઇટન કંપની 1.58%, હિન્દાલ્કો 1.36%, ટેક મહિન્દ્રા 1.35%, આઇશર મોટર્સ 1.34%, ટાટા સ્ટીલ 1.27%, HCL ટેક 1.03%, JSW સ્ટીલ 1%, TCS 0.94 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

  • Follow us on: