• સેન્સેક્સ 73 અંક વધીને ખૂલ્યો
  • નિફ્ટી 26 અંક વધી 16241 પર ખૂલ્યો
  • ગઇકાલે મેટલ શેરો પર દબાણ જોવા મળ્યું હતું

ભારતીય શેરબજારની આજે શરૂઆત ગ્રીન ઝોનમાં થઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ 73 પોઇન્ટ વધીને 54362 પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 26 અંક વધીને 16241 પર ટ્રેડ થઇ રહી હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે જો નિફ્ટી 15735ના ઇન્ટરમીડિએટ સ્તરને તોડે છે તો બજારમાં નરમાઇના સંકેત છે.

બજાર ખુલતાની સાથે જ 1079 શેર વધ્યા, 602 શેર ઘટ્યા, જ્યારે 91 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. સોમવારે અગાઉના ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ ઈન્ડેક્સ 38 પોઈન્ટ ઘટીને 54,288ના સ્તરે જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 51 પોઈન્ટ ઘટીને 16,215ના સ્તરે બંધ થયો હતો.

ઉલ્લેખનીય છે કે જૂનમાં આરબીઆઈ દ્વારા વ્યાજ દર વધારવાના સંકેતની અસરની ગઇકાલે બજાર પર અસર જોવા મળી હતી. સાથો સાથ મેટલ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું.


  • Follow us on: