વૈશ્વિક બજારોમાંથી શાનદાર સંકેત મળી રહ્યા છે. તેની પાછળ ભારતીય બજારો આજે તેજી સાથે ખૂલ્યા. નવા વર્ષમાં ઘરઆંગણાના બજારોમાં તેજી જોવા મળી.


બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 460 અંકની તેજી સાથે 60420 પર ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 139 અંક વધીને 17926 પર ખૂલી. 

શુક્રવારના રોજ અમેરિકન બજારોમાં પણ શાનદાર તેજી જોવા મળી હતી. ડાઉજોન્સ 800 અંકની તેજી સાથે ઉછળ્યો. તો એસએન્ડપી 500 પણ 2.50 ટકાની તેજી સાથે બંધ રહ્યા. નાસ્ડેકમાં અંદાજે 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ગોલ્ડમેન સેક્સે કહ્યું ફેડ રેટ વધીને 5% થવાની શકયતા

બીજીબાજુ ગોલ્ડમેન સેક્સના મતે ફેડ રેટ વધારીને 5 ટકા કરે તેવી ધારણા છે. હવે નવેમ્બરના પહેલાં દિવસથી 10 દિવસ સુધી બજારની નજર 2 નવેમ્બરના રોજ યોજાનાર અમેરિકન ફેડની નિર્ણય, 3 નવેમ્બરના રોજ બેન્ક ઓફ ઇંગ્લેન્ડના નિર્ણય, 4 નવેમ્બરના રોજ અમેરિકન જોબ આંકડા અને 10 નવેમ્બરના રોજ અમેરિકન CPI આંકડા પર રહેશે.

એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઇ અંદાજે 1.64 ટકાની તેજી સાથે ટ્રેડ થઇ રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 1.62 ટકા, તાઇવાનના બજારમાં 1.13 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે હેંગસેંગ 0.25 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. કોસ્પીમાં 1 ટકાની નજીવી તેજી દેખાઇ. શાંઘાઇ કંપોઝીટમાં 0.88 ટકાનો ઘટાડો નોંધાયો છે.

  • Follow us on: