કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ 2025માં પોતાના સભ્યો માટે કેટલાક મોટા બદલાવ કર્યા છે. જેનો હેતુ છે સરળ, ડિઝિટલ અને પારદર્શી પ્રક્રિયા બનાવવાનો છે. આ બદલાવ કર્મચારીઓ માટે સુવિધાજનક છે. તેમને બચત, પેન્શન સાથે જોડાયેલા મામલાને પણ પ્રભાવિત કરે છે. ત્યારે આવો જાણીએ કયા પાંચ બદલાવો જોવા મળ્યા.


 પ્રોફાઇલ અપડેટ કરવી સરળ

હવે EPFO ​​માં તમારી પ્રોફાઇલ અપડેટ કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર સાથે લિંક થયેલો હોય તો તમે કોઈપણ દસ્તાવેજ વિના તમારું નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ અને નોકરી શરૂ થવાની તારીખ જેવી વિગતો ઓનલાઇન અપડેટ કરી શકો છો. જોકે, જેમનો UAN 1 ઓક્ટોબર, 2017 પહેલા બનાવવામાં આવ્યો હતો. તેમણે કેટલાક કિસ્સાઓમાં કંપની પાસેથી મંજૂરી લેવી પડી શકે છે. આ ફેરફાર કર્મચારીઓનો સમય અને મહેનત બચાવવામાં મદદ કરશે.

પીએફ ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપી

નોકરી બદલતી વખતે પીએફ ટ્રાન્સફર કરવું એ એક જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયા હતી. આ માટે કંપનીની મંજૂરીની જરૂર હતી. પરંતુ 15 જાન્યુઆરી 2025 થી, EPFO ​​એ તેને સરળ બનાવી દીધું છે. હવે મોટાભાગના કિસ્સાઓમાં જૂની કે નવી કંપનીની મંજૂરીની જરૂર રહેશે નહીં. જો તમારો UAN આધાર સાથે લિંક થયેલો હોય અને વિગતો (નામ, જન્મ તારીખ, લિંગ) મેળ ખાતી હોય, તો PF ટ્રાન્સફર ઝડપથી થશે.

સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)

1 જાન્યુઆરી, 2025થી, EPFO ​​એ સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. હવે પેન્શન NPCI પ્લેટફોર્મ દ્વારા સીધા કોઈપણ બેંક ખાતામાં મોકલવામાં આવશે. અગાઉ પેન્શન ચુકવણી માટે પેન્શન ચુકવણી ઓર્ડર (PPO) એક પ્રાદેશિક કચેરીથી બીજી પ્રાદેશિક કચેરીમાં ટ્રાન્સફર કરવો પડતો હતો, જેના કારણે વિલંબ થતો હતો. હવે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ઉપરાંત નવા PPO ને UAN સાથે લિંક કરવું ફરજિયાત રહેશે જેથી પેન્શનરો સરળતાથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે.

ઊંચા પગાર પર પેન્શન માટે સ્પષ્ટ નિયમો

EPFOએ એવા કર્મચારીઓ માટે પેન્શન નિયમો સ્પષ્ટ કર્યા છે જેઓ તેમના ઊંચા પગારના આધારે પેન્શન લેવા માંગે છે. હવે બધા માટે એક જ પ્રક્રિયા અનુસરવામાં આવશે. જો કર્મચારીનો પગાર નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોય અને તે વધારાનું યોગદાન આપે, તો તેને ઊંચા પગાર પર પેન્શન મળી શકે છે. ખાનગી ટ્રસ્ટ ચલાવતી કંપનીઓએ પણ EPFO ​​ના નિયમોનું પાલન કરવું પડશે. આ નિયમ પેન્શનની રકમ વધારવામાં મદદ કરશે.

સંયુક્ત ઘોષણા પ્રક્રિયા સરળ બનાવવામાં આવી

16 જાન્યુઆરી, 2025 ના રોજ, EPFO ​​એ સંયુક્ત ઘોષણા (JD) ની પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. હવે ખોટી કે અધૂરી માહિતી સુધારવાનું સરળ બનશે, જેનાથી દાવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે. આ ફેરફારો કર્મચારીઓ અને પેન્શનરો માટે EPFO ​​સેવાઓમાં વધુ સુધારો કરશે.


  • Follow us on: