વૈશ્વિક બજારોમાંથી મિશ્રપ્રતિસાદ જોવા મળતા ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે ખૂલ્યા છે. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 31 અંકના નજીવા વધારા સાથે 60384 પર ખૂલ્યો. નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 1.45 અંકના નજીવા ઘટાડા સાથે 17990 પર ખૂલ્યો.
સેકટરોલ ઇન્ડેકસ
બજારમાં એફએમસીજી, મેટલ્સ, એનર્જી અને ફાર્મા શેરોને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, સેક્ટરના શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરો વધારા સાથે અને 15 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરો વધારા સાથે અને 22 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
તેજીવાળા શેર
આજના ટ્રેડિંગ સેશનમાં ITC 1.05%, રિલાયન્સ 1.03%, નેસ્લે 0.71%, HUL 0.64%, લાર્સન 0.61%, સન ફાર્મા 0.60%, પાવર ગ્રીડ 0.50%, ટાટા સ્ટીલ 0.43%, ટાઇટન 0.37%ની તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે.
શેરમાં ઘટાડો
નીચા મથાળે ટ્રેડ થતાં શેરની વાત કરીએ તો TCS 0.92 ટકા, ICICI બેન્ક 0.81 ટકા, બજાજ ફિનસર્વ 0.76 ટકા, એક્સિસ બેન્ક 0.54 ટકા, IndusInd બેન્ક 0.48 ટકા, ટેક મહિન્દ્રા 0.45 ટકા, બજાજ ફાઇનાન્સ 0.32 ટકા, Infos20 ટકા. મહિન્દ્રા 0.20 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.10 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.