- મહાશિવરાત્રિએ આઠ માર્ચે બેંક કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત થશે
- 15થી 20 ટકા પગાર વધારવાની ભલામણ કરવામાં આવી છે
- મુંબઈમાં પગાર વધારાના કરાર પર હસ્તાક્ષર કરી હોળી પહેલા ભેટ અપાશે
કેન્દ્ર સરકાર બેંક કર્મચારીઓને વેતન વધારાનો નિર્ણય આચાર સંહિતા લાગુ થાય તેની પહેલા જોવા માગે છે. આ માટે 11 માર્ચના બદલે આઠ માર્ચે હસ્તાક્ષર થશે.
આઠમી માર્ચે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા 8.50 લાખ બેંક કર્મચારીઓને મોટી ભેટ મળશે. એક મહિના પછી યોજાનારી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા બેંક કર્મચારીઓના વેતન વધારા પર મહોર લાગશે. દેશની સરકારી બેંકોના મેનેજમેન્ટની બોડી ઈન્ડિયન બેંક એસોસિએશને તમામ બેંકના યુનિયનને મુંબઈમાં આઠ માર્ચ 2024ના રોજ વેજ રિવિઝન સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરવા આમંત્રણ મોકલ્યું છે. આઈબીએ અને બેંક યુનિયનો વચ્ચે કરારની સાથે બેંક કર્મચારીઓને હોળઈ પહેલા વેતન વધારાની ભેટ મળી જશે.










