- ક્રૂ મેમ્બર્સના ગ્રૂમિંગને એક યાદી જાહેર
- મહિલા બિંદી માત્ર 0.5 સેમીની લગાવી શકાશે
- પુરુષ ક્રૂ મેમ્બર્સે હેર જેલ લગાવવું ફરજિયાત
એર ઈન્ડિયા ફરી એકવાર ટાટા ગ્રૂપમાં પાછી ફર્યા બાદ વધુ સારા માટે તેમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે ટાટા દ્વારા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરો માટે એક ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ક્રૂ મેમ્બર્સના ગ્રૂમિંગને લઈને એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ત્રી અને પુરૂષ બંનેએ શું પહેરવું જોઈએ અને તેમનો લુક કેવો હોવો જોઈએ તેની માર્ગદર્શીકા બનાવી છે.
નવી માર્ગદર્શિકા અનુસાર, હવે મહિલા ક્રૂ મેમ્બરોએ માત્ર એક જ બંગડી પહેરવી પડશે. સાથે જ તે પ્લેન હોવી જોઈએ તેમાં કોઈ પણ પ્રકારનું આભલા વર્ક અથવા તો ડાયમન્ડ ન હોવા જોઈએ. કાનમાં માત્ર સાધી ઈયરિંગ્સ અને ઝુમખા પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ માથા પર લગાવવામાં આવતી બિંદી માત્ર 0.5 સેમીની લગાવી શકાશે. આ સિવાય લિપસ્ટિક અને નેલ પેઈન્ટનો રંગ પણ નક્કી કરવામાં આવ્યો છે.










