- લગ્નની સિઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ
- ચાંદીના વાયદાની શરૂઆત આજે મજબૂત ઉછાળા સાથે થઈ હતી
- આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં તેજીની શરૂઆત
સોના-ચાંદીના વાયદામાં આજે તેજી જોવા મળી રહી છે. બંનેના વાયદાના ભાવ આજે જોરદાર ખુલ્યા હતા. સોનાના વાયદામાં રૂ.72,550ની આસપાસ જ્યારે ચાંદીના વાયદા રૂ.93,350ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. સોના અને ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધારા સાથે શરૂ થયા છે.
સોનું મોંઘુ થયું
સોનાના વાયદાના ભાવમાં આજે ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેન્ચમાર્ક ઓગસ્ટ કોન્ટ્રાક્ટ આજે રૂ. 245ના વધારા સાથે રૂ. 72,578 પર ખૂલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ રૂ. 237ના ઉછાળા સાથે રૂ. 72,570 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 72,587 અને દિવસની નીચી સપાટી રૂ. 72,525 પર પહોંચ્યો હતો. સોનાના વાયદાના ભાવ આ વર્ષની સર્વોચ્ચ સપાટી રૂ. 74,442 પર પહોંચી ગયા હતા.
ચાંદી પણ ચમકી
ચાંદીના વાયદાની શરૂઆત આજે મજબૂત ઉછાળા સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ આજે રૂ. 185ના વધારા સાથે રૂ. 92,799 પર ખૂલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ રૂ. 772ના ઉછાળા સાથે રૂ. 93,386 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 93,399 અને દિવસની નીચી સપાટી રૂ. 92,799 પર પહોંચ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવ રૂ. 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં તેજીની શરૂઆત થઈ હતી. કોમેક્સ પર સોનું $2,366.50 પ્રતિ ઔંસ પર ખુલ્યું છે. અગાઉનો બંધ ભાવ $2,363.50 પ્રતિ ઔંસ હતો. કોમેક્સ પર ચાંદીનો વાયદો $31.02 પર ખૂલ્યો જે અગાઉનો બંધ ભાવ $30.91 હતો.